સપ્ટેમ્બર 19, 2024 3:29 પી એમ(PM)

views 55

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે 35 કરોડ 23 લાખ રૂપિયાની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કર્યા

ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૪/૨૫ માટે 35 કરોડ 23 લાખ રૂપિયાની કિંમતના ૮૩.૨૪ કિલોમીટર લંબાઈના કુલ ૩૦ માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોમાં આહવા તાલુકાનાં ૬, વઘઇ તાલુકાના ૧૪ અને પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના ૧૦ માર્ગનો સમાવેશ થાય છે.