માર્ચ 16, 2025 7:22 પી એમ(PM)

views 40

વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો.

વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગ્નિશમન દળની ટૂકડીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સ્ટોર રૂમમાં રાખેલો અનાજ ઉપરાંત ખુરશીઓ અને અન્ય સામાન પણ બળીને ખાખ થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ફેબ્રુવારી 20, 2025 7:23 પી એમ(PM)

views 35

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના દ્વારા અગામી ૨૩ તારીખ ને રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પ, રકત દાન શિબિર, વિના મુલ્યે ચશ્માનું વિતરણ, આયુષ્યમાન કાર્ડ આપવા માટેની કાર્યવહી તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે.

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના દ્વારા અગામી ૨૩ તારીખ ને રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પ, રકત દાન શિબિર, વિના મુલ્યે ચશ્માનું વિતરણ, આયુષ્યમાન કાર્ડ આપવા માટેની કાર્યવહી તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યુ છે કે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના સ્થાપનાના ચાલુ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે મંડળ તરફથી સમાજના વિકાસના અને સેવાભાવી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

ફેબ્રુવારી 14, 2025 6:32 પી એમ(PM)

views 36

રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં વલસાડની વિદ્યાર્થિનીએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું

રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં વલસાડની વિદ્યાર્થિનીએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને ગાંધીનગર GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પોરબંદર દ્વારા 'ગરવી ગુજરાત' થીમ આધારિત રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો.જેમાં વલસાડની BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરની ગર્લ્સ સ્કૂલમાં ધોરણ-૯ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની માર્ગી દકુભાઇ વેકરિયાએ ચિત્રકલા માધ્યમિક વિભાગમાં સમગ્ર રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ફેબ્રુવારી 6, 2025 7:49 પી એમ(PM)

views 45

વલસાડ જિલ્લા પોલીસની અનોખી પહેલ ‘મિશન મિલાપ’ને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે

વલસાડ જિલ્લા પોલીસની અનોખી પહેલ 'મિશન મિલાપ'ને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ઓગષ્ટ 2023માં શરૂ કરવામાં આવેલા આ અભિયાનને આગામી 15 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત, માત્ર જાન્યુઆરી 2024માં જ 42 ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લાના 31 કેસ તેમજ અન્ય રાજ્યના 11 કેસનો સમાવેશ થાય છે. આ અભિયાનની સફળતાએ વલસાડ પોલીસને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે.

ડિસેમ્બર 19, 2024 7:43 પી એમ(PM)

views 48

વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે

વલસાડ જિલ્લામાં વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ સાડા ત્રણ કિલો માદક પદાર્થના જથ્થા સાથે વ્યક્તિની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, SOGએ ગ્રીન પાર્કમાં આવેલા જિન્નતનગર વિસ્તારના એક ઘરમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન દોઢ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ, માદક પદાર્થનો જથ્થો અને મોબાઈલ મળી કુલ 2 લાખ 16 હજારનો માલસામાન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. તેની વધુ પૂછપરછ કરાતા આ કેસમાં સંડોવાયેલા અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી SOGએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 10, 2024 10:06 એ એમ (AM)

views 48

વલસાડ તાલુકામાં મગોદ ખાતે આવેલી એક શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો સેન્સર રોબોટીક પ્રોજેકટ બનાવ્યો

વલસાડ તાલુકામાં મગોદ ખાતે આવેલી એક શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો સેન્સર રોબોટીક પ્રોજેકટ બનાવ્યો છે. 2 હજાર 500થી 3 હજાર રૂપિયાના ખર્ચે એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા પછી સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર પરેશભાઈએ માહિતી આપી હતી.

નવેમ્બર 19, 2024 7:44 પી એમ(PM)

views 44

વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા

વલસાડ જિલ્લાના આંતરિયાળ ધરમપુરમાં આજે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, આજે સવારે 11 વાગ્યાને ત્રણ મિનીટે ધરમપુરમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જિલ્લા આપત્તિ વિભાગે તપાસ કરતાં આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મોળા આંબ ગામમાં નોંધાયું હોવાની પુષ્ટિ થઈ છે. ઉપરાંત મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલા ગામોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જોકે, સદનસીબે કોઈ નુકસાની કે અન્ય દુર્ઘટના સર્જાઈ નહોવાનું આપત્તિ વિભાગના મામલતદારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ...

ઓગસ્ટ 13, 2024 7:40 પી એમ(PM)

views 38

વલસાડના દરિયાકાંઠેથી પહેલી વાર પોણા છ કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડાયો

વલસાડ જિલ્લામાં સૌપ્રથમ વખત દરિયાકાંઠેથી પોણા છ કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પોલીસે પકડ્યો છે.વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, વલસાડ પોલીસે દ્વારકા અને કચ્છ પોલીસની મદદથી ઉદવાડા દરિયાકાંઠેથી માદક પદાર્થના 11 પેકેટ કબજે કર્યા છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પોણા છ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ આ પેકેટ અને થોડા સમય પહેલા દ્વારકામાંથી પકડાયેલા આવા પેકેટ એકસમાન હોવાનું ખૂલ્યું છે.વલસાડ SOG અને પારડી પોલીસને દરિયાકાંઠે આવેલી સુરક્ષા દિવાલ પાસે શંકાસ્પદ પેકેટ ...