જાન્યુઆરી 15, 2025 8:31 એ એમ (AM)

views 52

મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે.

મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાશે. મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. ભારતે પહેલી બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. ભારતે પહેલી મેચ છ વિકેટથી જીતી હતી. બીજી મેચમાં, ભારતીય ટીમે 5 વિકેટે 370 રન બનાવ્યા, જે એકદિવસીય મેચોમાં તેનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. જવાબમાં, આયર્લેન્ડ 7 વિકેટે 254 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

જાન્યુઆરી 12, 2025 8:28 એ એમ (AM)

views 42

મહિલા ક્રિકેટમાં, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે.

મહિલા ક્રિકેટમાં, ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે. આ મેચ સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. પહેલી મેચમાં ભારતે આયર્લેન્ડ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. આમાં પ્રતીકા રાવલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 15 જાન્યુઆરીએ રમાશે.

જાન્યુઆરી 10, 2025 7:12 પી એમ(PM)

views 41

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો

રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો. પ્રતિકા રાવલના આક્રમક 89, તેજલ હસાબનીસના 53 તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાનાના 41 રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રવાસી આર્યલેન્ડની ટીમે નિર્ધારીત પચાસ ઓવરમાં સાત વિકેટે 238 રન કર્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ પ્રતિકા રાવલને જાહેર કરાઇ હતી.

જાન્યુઆરી 10, 2025 2:12 પી એમ(PM)

views 52

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં કેપ્ટનની અડધી સદીની સહાયથી પ્રવાસી ટીમની સારી શરૂઆત

મહિલા ક્રિકેટમાં ગુજરાતના રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં છેલ્લા મળતા અહેવાલો પ્રમાણે કેપ્ટન ગેબી લુઇસની અડધી સદી સાથે આયર્લેન્ડે ૩૦ ઓવરમાં ૪ વિકેટે ૧૩૩ રન બનાવ્યા છે. અગાઉ આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્મૃતિ મંધાના ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે દીપ્તિ શર્માને વાઇસ-કેપ્ટન માટે નામાંકિત કરાયા છે. હરમનપ્રીત કૌર અને રેણુકા સિંહ ઠાકુર આ મેચોમાં ભારતનું નેતૃત્વ નહીં કરે. ...

ડિસેમ્બર 24, 2024 2:12 પી એમ(PM)

views 53

મહિલા ક્રિકેટમાં આજે વડોદરા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સાંમેની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતી બેટીંગ પસંદ કરી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ મહિલા ક્રિકેટ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી છે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ અગાઉ રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 211 રનથી હરાવ્યું હતું.અગાઉ ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય T-20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-1થી જીત નોંધાવી હતી. હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મ...

ડિસેમ્બર 24, 2024 9:35 એ એમ (AM)

views 46

મહિલા ક્રિકેટમાં, ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે

મહિલા ક્રિકેટમાં, ત્રણ મેચની ICC ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે.આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ પહેલા રવિવારે આ જ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 211 રનથી હરાવ્યું હતું. અગાઉ ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય T-20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-1થી જીત નોંધાવી હતી. હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મં...

ઓક્ટોબર 25, 2024 9:33 એ એમ (AM)

views 44

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટે 228 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડ 40.4 ઓવરમાં 168 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી રાધા યાદવે ત્રણ અને સાઇમા ઠાકોરે બે વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ જીતીને બેટિંગ પસંદ કરીને ભારત 44.3 ઓવરમાં 227 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. તેજલ હાસબિન્સે સૌથી વધુ 42 અને દિપ્તી શર્માએ 41 રન કર્યા હતા.

ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM)

views 46

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝિલેન્ડ મહિલા ક્રિકેટની વન-ડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 24 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડનાં લૉરેન ડાઉન 26, જ્યોર્જિયા પ્લિમર 25 અને સૂઝિ બેટ્સ એક રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં. જ્યારે સુકાની સોફી ડેવિન માત્ર 2 રન બનાવીને રન-આઉટ થયાં હતાં. ભારત તરફથી સૈમા ઠાકોર, દીપ્તિ શર્મા અને રાધા યાદવે ...

ઓગસ્ટ 23, 2024 8:30 એ એમ (AM)

views 39

ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.

ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ – ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે. ગઈકાલે વેબસાઇટ પર એક સત્તાવાર નિવેદનમાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે પુષ્ટિ કરતા કહ્યું છે કે, તેઓ આનંદ અનુભવે છે કે લોર્ડ્સમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમ સાથે મુકાબલો કરશે. શ્રી ગોલ્ડે કહ્યું કે તે એક મહત્વનો પ્રસંગ બની રહેશે. દરમિયાન, ભારતીય મહિલા ટીમ પણ પાંચ મેચોની ટી20 અને 3 વનડે...

ઓગસ્ટ 16, 2024 7:19 પી એમ(PM)

views 56

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન મેડીડાર્કની અડધી સદી અને શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.  આ પહેલા ઓસ્ટ્રેલિયા A ટીમે પ્રથમ મેચ ચાર વિકેટેજીતી હતી.