માર્ચ 7, 2025 5:37 પી એમ(PM)

views 26

છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે

છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે સાંજે ભારતીય મહિલા ટીમ તેહરાનમાં ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં નેપાળ સામે ટકરાશે. ભારતીય મહિલા ટીમે તેહરાનમાં ગ્રુપ સ્ટેજમાં ત્રણ જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે બીજા સેમિફાઇનલમાં, ઈરાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય મહિલા ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે ઈરાનના ગોર્ગનમાં આયોજિત ટુર્નામેન્ટની ફાઇનલમાં કોરિયા પ્રજાસત્તાકને હરાવીને ટાઇટલ જીત્યું હતું.