માર્ચ 21, 2025 3:04 પી એમ(PM)

views 65

મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું

મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાદી, સમાજ કલ્યાણ માટે 27 લાખ 78 હજાર રૂપિયાનો અંદાજ મુકાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય દીઠ 11 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.

માર્ચ 10, 2025 1:23 પી એમ(PM)

views 53

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનાં પ્રથમ દિવસની કાર્યવાહીનો પ્રારંભ

આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. વિરોધ પક્ષોનાં સભ્યો દ્વારા શોરબકોરને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત રહ્યા બાદ તે પુનઃ શરૂ થઈ હતી, જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મણિપુરનું બજેટ રજૂ કરશે. ગયા મહિને મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા બાદથી આ મણિપુર રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે. ચાર એપ્રિલ સુધી ચાલનારા આ તબક્કામાં 20 બેઠકો હશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, સત્ર દરમિયાન, વર્ષ 2025-26 માટે ગ્રાન્ટની માંગણીઓ અને સંબ...

ફેબ્રુવારી 20, 2025 3:55 પી એમ(PM)

views 57

ગુજરાતનું બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરી રહ્યાં છે

ગુજરાતનું બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરી રહ્યાં છે. રાજ્યું બજેટ ત્રણ લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે..ગતવ વર્ષની સરખામણીએ બજેટમાં 17 ટકાનો વધાર કરાયો છે. નાણામંત્રીએ બજેટના ભાષણમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના જી ડી પી માં ગુજરાતનું યોગદાન ૮.૩ ટકાથી ૧૦ ટકા સુધી લઈ જવાનો સરકારનો લક્ષ્યાંક છે.

ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 75

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલ...

ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM)

views 79

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાની માંગણી કરવામાં આવે તેવી સંભાવના છે.

જુલાઇ 19, 2024 7:56 પી એમ(PM)

views 73

આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું

આગામી 23મી જુલાઇએ રજૂ થનારું બજેટ દરેક ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે તેથી તે દેશને આર્થિક પ્રગતિએ લઈ જવા માટેનું બજેટ બની રહેશે. અમદાવાદ ખાતે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું.. શ્રી આઠવલેએ બજેટ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે 3 કરોડ લોકોને આવાસ આપવા માટે બજેટ પાસ કર્યું છે. શ્રી આઠવલેએ ગુજરાતમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

જુલાઇ 11, 2024 3:04 પી એમ(PM)

views 105

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ સંદર્ભે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આગામી 22મી જુલાઈથી સંસદનુ બજેટ સત્ર રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. ઉલ્લેખનીય છે કે, શ્રી મોદી આજે સવારે રશિયા...