ડિસેમ્બર 6, 2024 7:51 પી એમ(PM)

views 37

કેન્દ્ર સરકાર ઇશાન ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે :કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાય

કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ઇશાન ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે પત્રકારો સાથે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ઇશાન ભારતમાં સંપર્ક, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસના કારણે ઇશાન ભારતના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, આ વખતના બજેટમાં ઇશાન ભારત માટે નવ હજાર 970 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે વિમાન સેવામાં સુધારો કરવા માટે આ ક્ષેત્રમાં અગાઉ નવ વિમાન મથક હતા. છેલ્લા 10 વર્ષમાં નવા આઠ વિમાનમથકોની કાર્યવાહી હા...

જુલાઇ 11, 2024 5:42 પી એમ(PM)

views 36

કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહરાજય મંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને દમણની મુલાકાત લીધી. શ્રી રાયે દાદરા નગર હવેલી ખાતે ગલોન્ડા ગ્રામ પંચાયત અંતર્ગત 4 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણધીન 11 નંદઘર પૈકી 35 લાખના ખર્ચે બનેલા અથળ નંદઘરનું લોકાર્પણ કર્યું, તેમ જ પ્રદેશમાં ચાલતા અન્ય વિકાસકાર્યોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. ત્યારબાદ દમણ ખાતે તેમણે રિંગણવાડા પંચાયત ઘરને વિધિવત્ ખુલ્લુ મૂક્યું હતું. આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...