નવેમ્બર 26, 2024 9:48 એ એમ (AM)

views 38

ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા

ભાવનગરના અલંગ ખાતે 30 વર્ષથી વધુ સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરાવાયા છે. નાના-મોટા વેપારીઓએ આ જગ્યા પર દબાણ કરી જહાજમાંથી નીકળતી જૂની વસ્તુઓનો વેપાર કરતા હતા. આ વિસ્તારમાં 150 હેકટર વિસ્તારમાં દબાણો દૂર કરવા તંત્ર દ્વારા 450થી વધુ નૉટિસ પાઠવવામાં હતી. ગઈકાલે નૉટિસની મુદત પૂર્ણ થતાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.