જાન્યુઆરી 17, 2025 2:25 પી એમ(PM)

views 32

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી છે. આ જોડીએ પહેલા રાઉન્ડમાં ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને ફ્રાન્સના ક્રિસ્ટિના મ્લાદેનૉવિકની જોડીને 6-4, 6-4થી હરાવી હતી. ભારતના એન. શ્રીરામ બાલાજી અને મેક્સિકોના મિગુએલ એન્જલ રેયેસ વરેલાની જોડી આવતીકાલે પુરુષ ડબલ્સના બીજા રાઉન્ડમાં રમશે.