ડિસેમ્બર 6, 2024 3:31 પી એમ(PM)

views 34

રાજધાની દિલ્હી સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું

રાજધાની દિલ્હી સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી 16મી GRIHA સમિટમાં આ ઍવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહને GRIHA રેટિંગ પ્લેક અને શીલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, TERI -ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ અને નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વ...

ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM)

views 52

રિવરફ્રન્ટ ખાતે રૂ. 750 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતેનાં ઇવેન્ટ સેન્ટર પાસેનાં પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્...

ડિસેમ્બર 4, 2024 8:36 એ એમ (AM)

views 61

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું

કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વિશ્વ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભુજના આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થ...

ડિસેમ્બર 2, 2024 10:40 એ એમ (AM)

views 69

ધારીને નગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે 'ડ' વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ 'અ' વર્ગની 22, 'બ'ની 30, 'ક'ની 60 અને 'ડ'ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં ધારી નગરપાલિકાનો ઉમેરો થશે. આ નિર્ણયને કારણે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 56

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 59

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે. સિંહે ...

નવેમ્બર 27, 2024 7:38 પી એમ(PM)

views 28

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે, દેશમાં આશરે 26 લાખ અરજીઓ મળી છે, જેમાંથી છ લાખ 16 હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે. બે લાખ 81 હજાર સોલર સિસ્ટમ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્રમાં એક લાખ 20 હજારથી વધુ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. કેરળ અને ઉત્તરપ્રદેશમાં 51 હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશનાં તમામ રહેણાંક ગ્રાહકો ...

નવેમ્બર 27, 2024 8:54 એ એમ (AM)

views 50

અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી

અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 470થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. જેની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો છે. કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે 21 હજાર 223 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી 1685 લોકોને મેમો આપવામાં આવ્યા હતા. તેમજ એક જ રાતમાં 12 લાખ 82 હજાર 200 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો અને 1700થી વધુ વાહનો ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.

નવેમ્બર 22, 2024 11:00 એ એમ (AM)

views 53

ખાનગી શાળાઓ બાળકોને ચોક્કસ રંગની સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરી શકે : પ્રફુલ્લ પાનશેરિયા

ખાનગી શાળાના સંચાલકો શાળામાં બાળકોને શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા પર દબાણ કરી શકશે નહિ, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, હલકી ગુણવત્તાનું કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ. જો કોઈ શાળાના સંચાલક નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષ...

નવેમ્બર 22, 2024 9:29 એ એમ (AM)

views 54

રાજ્યની 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ

રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીથી લઇને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને પુરવઠા અધિકારીઓની નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં દોઢ બે વર્ષથી પાલિકા-પંચાયતની ચૂંટણી સ્થગિત છે. ચૂંટણી અધિકારીઓની ...