સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 48

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...

જૂન 25, 2024 3:42 પી એમ(PM)

views 52

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જે મુજબ ખેતી મદદનીશની 436 જગ્યાઓ, બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારો 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.