જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 43

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 39

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 32

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 40

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ચેસ રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીની ગુજરાત રમતગમત સત્તામંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે જ્યારે મહિલાઓ માટેની ચેસ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડી  હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકા...

જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM)

views 47

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૪નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક સફળતાનું વર્ષ બન્યું છે. આ પ્રસંગે રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સ્પ...

જાન્યુઆરી 5, 2025 8:11 એ એમ (AM)

views 30

ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે. 15 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.

ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યા માટેની આજે યોજાનારી પરીક્ષાઓ બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે. 15 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ અને ગાંધીનગરના 60 જેટલા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. HD કેમેરા સાથે રાખીને પરીક્ષા યોજાશે તેમ હસમુખ પટેલે જણાવ્યું હતું.

જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)

views 35

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા LEADS 2024” રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા હતા. રાજ્યએ LEADS સૂચકાંકમાં વર્ષ 2018, 2019 અને 2021માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી મંત્રાલય દ્વારા રાજ્યો...

જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM)

views 37

વિજય રૂપાણીને રાજસ્થાનના અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં ચૂંટણી અધિકારી બનાવાયા

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

જાન્યુઆરી 3, 2025 10:00 એ એમ (AM)

views 42

આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ માટે 71 લાખ 30 હજાર 834 રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તતિઓ રજૂ કરવામાં આવશે તથા ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી શ્રેષ્ઠ ત્રણ શાળા, મહાનગરપાલિકા તથા જિલ્લાઓનું સન્માન કરવામાં આવશે.

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 42

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...