ડિસેમ્બર 3, 2024 9:42 એ એમ (AM)

views 31

ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી

ભારતમાં UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં, અબ્દુલનાસર અલશાલીએ યુએઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનું આયોજન કરવા તત્પરતા દર્શાવી છે. તેમણે કહ્યું, અમે હંમેશા આવી રમતોનું આયોજન કર્યું છે. અને UAE હંમેશા વ્યવસાય અને રમતગમતના આયોજન માટે ઉત્સુક છે.. 2025 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની અનિશ્ચિતતા વચ્ચે આ નિવેદન સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કહ્યું છે કે તે સુરક્ષાની...

નવેમ્બર 8, 2024 2:37 પી એમ(PM)

views 30

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડમાં રમાશે. ભારતીય સમય અનુસાર રાતે સાડા આઠ વાગ્યે આ મેચ શરૂ થશે. બંને ટીમો વચ્ચે છેલ્લે જૂનમાં ટી-20 વિશ્વકપના ફાઇનલમાં મુકાબલો થયો હતો. ભારેત સાત રનથી આ મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે છેલ્લી ટી20 શ્રેણી બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ – શૂન્યથી જીતી લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી પુરુષ ટી20 રેન્કિંગમાં ટોચ પર જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ છ્ઠ્ઠા ક્રમાંકે છે.