ફેબ્રુવારી 9, 2025 8:15 એ એમ (AM)

views 38

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ BIMSTEC યુવા સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ BIMSTEC યુવા સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું.આ સમિટમાં આવેલા તમામ BIMSTEC દેશોના પ્રતિનિધિઓ આજે સાયક્લોથોન ફોર નો ડ્રગ્સ ના કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે. આ સમિટ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ઓગસ્ટ 12, 2024 7:43 પી એમ(PM)

views 39

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી હોવાનું જણાવ્યું

કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલા “ઇમ્પેક્ટ વિથ યૂથ” કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા શ્રી માંડવિયાએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશના વિકાસમાં યોગદાન આપવા યુવાનોને હાકલ કરી હતીદરમિયાન તેમણે યુવાનોને માય ભારત પૉર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે યુવાનોને અપીલ કરી હતી. શ્રી માંડવિયાએ ઉંમેર્યું, હાલમાં ભા...