ફેબ્રુવારી 11, 2025 6:44 પી એમ(PM)

views 40

સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છેઅને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કેસરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે તમામ ઉધાર લીધેલા સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. મંત્રીએ લોકસભામાં કેન્દ્રીય અંદાજ પત્ર પરચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય અંદાજ પત્ર 2025-26 રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકી...

જાન્યુઆરી 29, 2025 7:23 પી એમ(PM)

views 37

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થાય તે પહેલાં આકાશવાણી સમાચાર, નિષ્ણાતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેથી અપેક્ષાઓ રજૂ કરતી એક વિશેષ શ્રેણી પ્રસારીત કરી રહ્યું છે.આકાશવાણી સમાચાર સાથે વાત કરતા ટેકનોલોજીઆધારિત શિક્ષણ સ્ટાર્ટઅપ યશવંત ચિતલિયાએ જણાવ્યું કે, સરકારે વિદ્યાર્થીઓને રોબોટિકસહિતની આધુનિક ટેકનોલોજીમાં કૌશલ્યની તાલીમ આપવા પર ભાર મૂકવો જોઇએ.

ડિસેમ્બર 30, 2024 2:11 પી એમ(PM)

views 24

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે અંદાજપત્ર પૂર્વે પરામર્શ બેઠક યોજી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધીઓ સાથે નાણાકીય વર્ષ 2025-26નાં અંદાજપત્ર પૂર્વેની પાંચમી પરામર્શ બેઠક યોજી હતી. બેઠકમાં નાણા વિભાગ, રોકાણ અને જાહેર અસ્કામત સંચાલન વિભાગ, આર્થિક બાબતોના વિભાગ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના સચિવો અને કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય અંદાજપત્ર 1 ફેબ્રુઆરી, 2025નાં રોજ સંસદમાં રજૂ થવાની ધારણા છે. નાણા મંત્રી સીતારમણ સતત આઠમી વાર અંદાજપત્ર રજૂ કરશે.

ઓક્ટોબર 4, 2024 1:49 પી એમ(PM)

views 26

આર્થિક વિકાસ દર અને મોંઘવારીને કાબૂમાં લેવાનો વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર :કેન્દ્રીય નાણામંત્રી

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે આર્થિક વિકાસ દર અને મોંઘવારીને કાબૂમાં લેવાનો વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર છે. નવી દિલ્હીમાં ત્રીજા કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવ 2024નું ઉદઘાટન કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણે કહ્યું હતું કે એક દાયકામાં ભારતનું અર્થતંત્ર પાંચમા સ્થાને પહોંચી ગયું છે. મધ્યમ વર્ગના લોકોના વિકાસ પર પણ ધ્યાન આપવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. ભારતીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદો અને નીતિ તૈયાર કરનારા 150થી વધુ પ્રતિનિધિઓ આ કોન્કલેવમાં ભાગ લઇ રહ્યાં છે. આજથી 6 ઓક્ટોબર સુધી યોજના...