ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM)

views 38

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે  તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ પ્રસંગે, ધોરડોના સફેદ રણ ખાતે મધ્યમવર્ગીય પરિવાર...

નવેમ્બર 16, 2024 7:17 પી એમ(PM)

views 40

કચ્છ રણોત્સવ- 2024નો રંગે ચંગે પ્રારંભ થયો

કચ્છ રણોત્સવ- 2024નો રંગે ચંગે પ્રારંભ થયો છે. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા રણોત્સવમાં પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ઉપરાંત 20થી વધુ પ્રવૃત્તિઓ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વર્ષે રણોત્સવમાં ટકાઉ પ્રવાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવન વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર ઘોષિત કરાયો છે. આ ઉપરાંત સફેદ રણ સુધી જવા માટે સાઇકલ રાઇડ, ટેન્સ સિટીમાં વેસ્ટ સેગ્રીગેશન અને ડિસ્પોઝલની વ્યવસ્થા કરવામાં આવી છે. ‘રણ કે રંગ’...