માર્ચ 12, 2025 2:00 પી એમ(PM)

views 24

અમેરિકાએ કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાત બમણી કરી

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાતમાં મોટા વધારાની જાહેરાત કરી છે. પ્રારંભમાં 25 ટકાની આયાત બમણી કરીને 50 ટકા કરવામાં આવી છે. નવા દર આજથી અમલી બન્યા છે. અમેરિકાના ગ્રાહકો માટે વીજળી દરમાં વધારો કરવાના કેનેડાના નિર્ણયનાં જવાબમાં ટ્રમ્પે કેનેડાની આયાત પર જકાત બમણી કરી છે. કેનેડાના ક્યુબેક પ્રાંતે અમેરિકાનાં વીજળી બજાર પર 25 ટકા પેનલ્ટી લાદી છે. આ નિર્ણયને પગલે ટ્રમ્પે અમેરિકાનાં અસરગ્રસ્ત રાજ્યોમાં વીજળી અંગેની રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.

માર્ચ 2, 2025 7:58 પી એમ(PM)

views 34

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા જાહેર કરતા કાર્યકારી હૂકમ પર હસ્તાક્ષર કર્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા જાહેર કરતા કાર્યકારી હૂકમ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના આદેશને રદ કરે છે, જેમાં ફેડરલ એજન્સીઓ અને ફેડરલ ભંડોળ પ્રાપ્તકર્તાઓને બિન-અંગ્રેજી બોલનારાઓને સહાય પૂરી પાડવાની જોગવાઈ હતી. નવા કાર્યકારી આદેશમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાની સ્થાપના થઈ ત્યારથી અંગ્રેજી રાષ્ટ્ર ભાષા તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે. સ્વતંત્રતાની જાહેરાત અને બંધારણ જેવાં મહત્વનાં ઐતિહાસિક દસ્તાવેજો પણ અંગ્રેજી...