ઓક્ટોબર 5, 2024 10:26 એ એમ (AM)

views 26

દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત રાજ્યના છોટાઉદ્દેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે જાગૃતતા ફેલાવવામાં આવી

દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત રાજ્યના છોટાઉદ્દેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે જાગૃતતા ફેલાવવામાં આવી હતી. અમારા છોટાઉદ્દેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, આ થીમ મુજબ વાંકી ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સંજીવ ચૌધરીના જણાવ્યા અનુસાર થરાદના આસોદર ખાતે સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગ દ્વારા 6 ઇન્ડિક...

સપ્ટેમ્બર 27, 2024 7:41 પી એમ(PM)

views 26

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અમદાવાદ ખાતે આવતીકાલે સાયક્લોથોન યોજાશે

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અમદાવાદ ખાતે આવતીકાલે સાયક્લોથોન યોજાશે.કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રાલયના અમદાવાદ વર્તુળ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આ સાયક્લોથોનનો સવારે છ વાગીને ત્રીસ મિનીટે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત સરદાર બ્રિજ ખાતેથી આરંભ થશે. જે સાબરમતી રિવરફ્રન્ટથી ગાંધીઆશ્રમ થઇને પરત સરદાર બાગ ખાતે સંપન્ન થશે..જેમાં મોટી સંખ્યામાં નાગરિકો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાના આશય સાથે આ સાયક્લોથોન યોજાઇ રહી છે.

સપ્ટેમ્બર 17, 2024 3:20 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનાં ભાગરૂપે અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીનગરમાં પથિકાશ્રમ એસટી ડેપો ખાતે રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે સફાઈ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. બનાસકાંઠા જિલ્લાનાં કલેકટર મિહિર પટેલે અંબાજીમાં ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. શ્રી પટેલે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોધ્ધા ગણાવીને ...

સપ્ટેમ્બર 13, 2024 7:41 પી એમ(PM)

views 27

દેશભરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ‘‘સ્વચ્છ ભારત મિશન’’ ને આ વર્ષે એક દાયકો પૂર્ણ થાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરાશે. જેની વિષયવસ્તુ- ‘‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’’ છે.રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આગામી બીજી ઓક્ટોબર-ગાંધી જયંતિએ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે.‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ...