ઓક્ટોબર 4, 2024 9:06 એ એમ (AM)

views 23

ભારત, નેપાળ અને બાંગ્લાદેશે ભારતના પાવર ગ્રીડના માધ્યમથી નેપાળથી બાંગ્લાદેશને 40 મેગાવૉટ વીજળી નિકાસ કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત, નેપાળ અને બાંગ્લાદેશે ભારતના પાવર ગ્રીડના માધ્યમથી નેપાળથી બાંગ્લાદેશને 40 મેગાવૉટ વીજળી નિકાસ કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કાઠમાંડુમાં ગઈકાલે થયેલા આ કરારથી નેપાળને પહેલી વાર બાંગ્લાદેશને વીજળી વેચશે. આ પહેલા નેપાળ માત્ર ભારતને વીજળી વેચતું હતું. કરાર મુજબ, બાંગ્લાદેશ હવે નેપાળ પાસેથી 40 મેગાવૉટ વીજળી ખરીદશે. નેપાળની વીજળી ભારતીય વિસ્તારથી બાંગ્લાદેશ પહોંચશે. આ માટે સમજૂતીમાં ભારત પણ સામેલ છે. આ સમજૂતીથી નેપાળ વિદ્યુત સત્તામંડળને લગભગ 330 કરોડ રૂપિયાની આવકનું અન...