નવેમ્બર 10, 2024 8:51 એ એમ (AM)

views 19

ઈટાલીમાં વિશ્વ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની સિન્ડ્રેલા દાસે 15 વર્ષથી ઓછી વય જૂથમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે.

ઈટાલીમાં વિશ્વ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની સિન્ડ્રેલા દાસે 15 વર્ષથી ઓછી વય જૂથમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે.ઇટાલીના લિગ્નાનો સબિયાડોરોમાં ગઈકાલે રાત્રે ફાઇનલમાં ભારતની દિવ્યાંશી ભૌમિક ત્રીજા સેટ બાદ 2-1થીઆગળ હતી. જો કે, સિન્ડ્રેલાએ બાકીના બે સેટ જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું.અગાઉ સેમિફાઇનલમાં સિન્ડ્રેલાએ અન્ય એક ભારતીય ખેલાડી હંસિની માથનને 3-2થી હાર આપી હતી. જ્યારે દિવ્યાંશીએ દેશની જ રિયાના ભુટાને 3-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.