ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM)

views 44

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1 લાખ 94 હજાર ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42 ટકા પંચાયતોમાં મહિલાઓની આગ...

ડિસેમ્બર 6, 2024 2:12 પી એમ(PM)

views 28

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી તેમના ગૃહ રાજ્ય ઓડિશાની પાંચ દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી તેમના ગૃહ રાજ્ય ઓડિશાની પાંચ દિવસની મુલાકાતે છે. તેઓ આજે મયુરભંજ જિલ્લામાં તેમના વતન ઉપરબેડાની મુલાકાત લેશે અને આવતીકાલે મયુરભંજમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થીત રહેશે.

ડિસેમ્બર 3, 2024 9:43 એ એમ (AM)

views 35

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની પાંચ દિવસીય મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની પાંચ દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પંડિત રઘુનાથ મુર્મુની નવી પ્રતિમાનું અનાવરણ કરશે અને ભુવનેશ્વરમાં આદિમ ઓવાર જરપા જાહેરની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ પુરીના જગન્નાથ મંદિરમાં પણ પૂજા કરશે. રાષ્ટ્રપતિ ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્ષગાંઠની ઉજવણી અને બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. 5મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજીના 40મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. તે...

નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM)

views 32

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. દરમિયાન, રાષ્ટ્રપતિની દીવની મુલાકાત પૂર્વે તૈયારીઓ થઈ રહી છે. અમારા દીવના પ્રતિનિધી ભારતી રાવલ જણાવે છે કે, રાષ્ટ્રપતિ દીવ ખૂખરી સ્મારક અ...

નવેમ્બર 12, 2024 9:31 એ એમ (AM)

views 42

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના નવા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના સ્વાગતમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના નવા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના સ્વાગતમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, પૂર્વ ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નવેમ્બર 12, 2024 9:30 એ એમ (AM)

views 33

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના પ્રવાસે આવશે. દરમિયાન પહેલા દિવસે તેઓ જમ્પોરમાં પક્ષીગૃહ, દમણમાં સરકારી ઇજનેરી મહાવિદ્યાલય અને નિફ્ટ પરિસરની મુલાકાત લેશે. બીજા દિવસે શ્રીમતી મુર્મૂ સેલવાસમાં નમૉ આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ જાંડા ચોક શાળાનું પણ ઉદ્ઘાટન કરશે તેમજ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. તેઓ દીવમાં I.N.S. ખુકર...

નવેમ્બર 5, 2024 9:39 એ એમ (AM)

views 38

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ એશિયાઈ બૌદ્ધ સંમેલનમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ એશિયાઈ બૌદ્ધ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. બે દિવસ ચાલનાર આ સંમેલન બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસાને રેખાંકિત કરશે. બૌદ્ધ મતના વિશિષ્ટ પ્રતિનિધિ, વિદ્વાન તેમજ અનુયાયીઓ તેમાં ભાગ લેશે. બેઠક દરમિયાન બૌદ્ધ સમુદાય સામે આવી રહેલા પડકારોના ઉકેલો વિશે ચર્ચા થશે. સંસ્કૃતિ મંત્રાલયે આતંરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહકારથી આ સંમેલનનું આયોજન કરાયું છે, જેનું વિષય વસ્તુ છે ‘એશિયાને સુદૃઢ કરવામં બુદ્ધ ધમ્મની ભૂમિકા’.

ઓક્ટોબર 25, 2024 9:27 એ એમ (AM)

views 45

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે જશે. તેઓ આજે રાયપુરમાં એઇમ્સના બીજા અને NIT રાયપુરના 14મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે તેમજ નયા રાયપુર ખાતે પુરખૌતી મુક્તાંગનની મુલાકાત લેશે. આવતી કાલે રાષ્ટ્રપતિ IIT, ભિલાઇના ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાયપુરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેમોરિયલ હેલ્થ સાયન્સ એન્ડ આયુષ યુનિવર્સિટીના ત્રીજા પદવીનદાન સમારોહમાં પણ હાજરી આપશે.

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 52

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ મૂર્મુ અલ્જેરિયા અને મોરિટાનિયા સહિત ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ગુરુવારે મલાવી પહોંચ્યા હતા. આ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. G-20 ન...

ઓક્ટોબર 18, 2024 9:25 એ એમ (AM)

views 28

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના બીજા દિવસે મલાવીમાં છે. સુશ્રી મુર્મુ આજે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ મુદ્દે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકો પણ યોજાશે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને સમાધિની પણ મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ગઈકાલે સાંજે એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીયમૂળના લોકો સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિએ ભારતીય સમુદાયને ભારતના દૃષ્ટિકોણમાં સક્રિય ભાગીદાર બનવા વિનંતી કરી હતી.