માર્ચ 31, 2025 6:29 પી એમ(PM)

views 41

માંડલેમાં ભૂકંપના સ્થળો પર પહોંચેલી ભારતની રાહત અને બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ અને તબીબી ,આપત્તિ અને રાહત સહાયમાં સતત કાર્યરત

ગઈકાલે માંડલેમાં ભૂકંપના સ્થળો પર પહોંચ્યા પછી, ભારતની રાહત અને બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ અને તબીબી ,આપત્તિ અને રાહત સહાયમાં સતત કાર્યરત છે.. મ્યાનમારના યાંગૂનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, મંડાલે અને યાંગૂનને વધુને વધુ સહાય મળી રહી છે.. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત માંડલે, નાયપિટો, સાગાઇંગ અને બાગોના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. દૂતાવાસે કહ્યું કે, ભારત આપત્તિના સમયે મ્યાનમારના અસરગ્રસ્ત લોકો સાથે છે અને ઝડપથી સ્થિતિ સામાન્ય થાય તેવી પ્રાર્થના ક...

માર્ચ 28, 2025 7:29 પી એમ(PM)

views 35

ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને કેબિનેટે મંજૂરી આપી

સરકારે આજે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 17 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર સાથે પાંચ ગણો વધારો થયો છે જ્યારે ઇલેક્ટ્રોનિક નિકાસમાં આ વર્ષોમાં 20 ટકાના ...

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 60

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 61

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM)

views 24

આવતીકાલે મહાશિવરાત્રીના અવસરે પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ પૂર્ણ થશે

પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ આવતીકાલે મહાશિવરાત્રીના શુભ અવસર પર સત્તાવાર રીતે પૂર્ણ થશે. વહીવટીતંત્રે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માંડદ એ જણાવ્યું હતું કે મહાકુંભને પવિત્ર, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે પૂર્ણ કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વહીવટીતંત્રનો ઉદ્દેશ ભક્તો માટે સરળ મુસાફરી અને તેમના અનુભવો દિવ્ય ...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 59

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM)

views 56

વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો પડે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો જ પડે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દેશના કુલ GDPમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, અને તેને વર્ષ 2030 સુધીમાં 10 ટકા સુધી લઇ જવાનું ગુજરાતનું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3 હજાર 600 કરોડ રૂપિયાથી વધુના લાભોનું વિતરણ કરાયું હતું. દરમિયાન GIDCના 480 કરોડ રૂપિયાના 5...

ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 76

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી, નોઈડા, ઈન્દિરાપુરમ અને એનસીઆર ના અન્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 28.59 ઉત્તર અક્ષાંશ અને 77.16 પૂર્વ રેખાંશ પર હતું. જો કે હજુ સુધી સંપત્તિ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 40

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 55

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.