પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 8, 2025 9:57 એ એમ (AM)

views 24

વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત પાટણમાં ડિજીટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઇ

વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત પાટણમાં ઉત્તમ કામગીરી થઇ રહી છે. બીએલઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે ડિજીટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઇ છે.

ડિસેમ્બર 8, 2025 9:56 એ એમ (AM)

views 21

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ‘પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ’ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યુ કે પ્રમુખસ્વામી મહારાજે પોતાના આચરણથી સનાતન ધર્મનો સંદેશ ફેલાવી ધીરે ધીરે ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ સમારોહમાંથી લોકો સેવક...

ડિસેમ્બર 8, 2025 9:54 એ એમ (AM)

views 39

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું વિમોચન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષથી ગૌરવ સુધીની વર્ણવાયેલી યાત્રા પ્રેરણાદાયી

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવનચરિત્ર 'ચુનૌતિયાં મુઝે પસંદ હૈ'ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું.આ પ્રસંગે શ્રી શાહે આનંદીબેનની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવ્યુ હતું. આનંદીબેન પટેલની સંઘર્ષથી ગૌરવ સુધીની યાત્રા પ્રેર...

ડિસેમ્બર 7, 2025 7:54 પી એમ(PM)

views 72

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ ટૂંક સમયમાં વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે અને 2036 ઓલિમ્પિક રમતોનું યજમાન બનશે. આજે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેર સભાને સંબોધિતા શ્રી શાહે કહ્યું કે અમદાવાદમાં છેલ...

ડિસેમ્બર 7, 2025 7:10 પી એમ(PM)

views 36

સાયબર છેતરપિંડી મામલે ભાવનગર અને રાજકોટમાંથી 21 આરોપીઓની ધરપકડ કરી.

સાયબર છેતરપિંડી મામલે રાજ્ય સાયબર ગુના શાખાએ મોટી કાર્યવાહી કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ભાવનગર અને રાજકોટમાંથી 21 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ખાનગી બેન્કના 3 કર્મચારીઓ પણ સામેલ છે. ભાવનગરમાંથી પકડાયેલા આરોપીઓએ કથિત રીતે 700 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. રોકાણ, મ્ય...

ડિસેમ્બર 7, 2025 7:08 પી એમ(PM)

views 18

સીમા શુલ્ક વિભાગે મુન્દ્રા બંદરેથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો

કચ્છ જિલ્લાના સીમા શુલ્ક વિભાગે મુન્દ્રા બંદર પરથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા મુજબ આ સિગારેટની ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવી હતી અને તેને ખોટી રીતે "કોર પેપર પાઇપ ઇન બેલ્સ" તરીકે દર્શાવવામાં આવી હતી. જોકે ક્લિયરન્સ પ્...

ડિસેમ્બર 7, 2025 7:07 પી એમ(PM)

views 23

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2025ની સેમિફાઇનલમાં આજે ભારત અને જર્મની વચ્ચે મુકાબલો

FIH હોકી પુરુષ જુનિયર વિશ્વ કપ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને જર્મની વચ્ચે મુકાબલો થશે. ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. ભારતે બેલ્જિયમ સામે પ્રભાવશાળી પૂલ સ્ટેજ અને શૂટઆઉટ જીત મેળવ્યા બાદ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે જર્મનીએ ફ્રાન્સ સામે શૂટ...

ડિસેમ્બર 7, 2025 2:33 પી એમ(PM)

views 19

ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા આ દુર્ઘટનામાં એક કામદારનું મોત.

ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા આ દુર્ઘટનામાં એક કામદારનું મોત જ્યારે અન્ય કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. બોટમાં લગભગ 30 જેટલા કામદારો સવાર હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.ધારાસભ્ય ડી.કે. સ્વામી અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ પહોંચી...

ડિસેમ્બર 7, 2025 2:32 પી એમ(PM)

views 27

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય બેન્ડ સ્પર્ધાનું આયોજન થયું

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય બેન્ડ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં દીવ જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો, વિજેતા બનેલા જિલ્લા સ્તરીય છોકરા અને છોકરીઓની ટીમે આજે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય ભાગ લીધો હતો. આજે દીવ ખાતે સમગ્ર શિક્ષા દ્વારા આજે દમણ દીવ અ...

ડિસેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)

views 22

કચ્છ જિલ્લાના કુકમા ગામમાં બોરવેલમાં પડી જતાં યુવકનું મોત.

કચ્છ જિલ્લાના કુકમા ગામમાં બોરવેલમાં પડી જતાં યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આશાપુરા મંદિર ટેકરી પાસે વાડી વિસ્તારના બોરવેલમાં પડેલ યુવકનો મૃતદેહ 9 કલાકની કામગીરી બાદ બહાર કઢાયો હતો. ફાયર વિભાગ, સેના તથા સ્થાનિક બોરવેલ ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.