પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 9, 2025 3:05 પી એમ(PM)

views 12

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની એક કંપનીમાં વિસ્ફોટ..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની એક કંપનીમાં વિસ્ફોટની ઘટના બની હતી, જેમાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ દુર્ઘટનામાં કેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા તેનો ચોક્કસ આંકડો હજુ બહાર આવ્યો નથી. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ડિસેમ્બર 9, 2025 3:05 પી એમ(PM)

views 13

ખેડા જિલ્લામાં 14 નવેમ્બરે શરૂ થયેલા “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 4 હજાર 771 લિટરથી વધુ દૂધ એકત્રિત કરવામાં આવ્યું

ખેડા જિલ્લામાં 14 નવેમ્બરે શરૂ થયેલા "ગામનો નિર્ધાર, સહકારથી સાકાર" અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 4 હજાર 771 લિટરથી વધુ દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે. માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ અને કઠલાલની દૂધ મંડળીઓ દ્વારા એકત્રિત કરાયેલા દૂધનો દરરોજ 3 હજારથી વધુ બાળકોને તેનો લાભ મળી રહ્યો છે. “ગામનો નિર્ધાર, સહ...

ડિસેમ્બર 9, 2025 3:04 પી એમ(PM)

views 14

અમરેલીના કેરીયાનાગસમાં મગફળી કાઢતા સમયે થ્રેસરમાં આવી જતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું

અમરેલીના કેરીયાનાગસમાં મગફળી કાઢતા સમયે થ્રેસરમાં આવી જતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું છે. સવારે કેરીયાનાગસમાં આ મહિલા થ્રેસરમાં મગફળી કાઢતા હતા. તે દરમિયાન ઓઢણીનો છેડો થ્રેસરમાં આવી ગયો હતો. જેના કારણે તેમને ગળામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઈજા...

ડિસેમ્બર 9, 2025 3:13 પી એમ(PM)

views 21

દ્વારકામાં આવેલ શિવરાજપુર બીચના વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી VGRC માં આકર્ષણનું કેન્દ્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચના સમગ્ર વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં મુખ્ય આકર્ષણ બનશે. શિવરાજપુરના આ સર્વાંગી વિકાસમાં અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ ઝોન, સાયકલ ટ્રેક, બીચ પ્રોમેનેડ,...

ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM)

views 15

સુરતમાં એક જ દિવસમાં 4 બ્રેઈનડેડના અંગદાનથી કુલ 8 અંગોનું દાન મળ્યું

સુરતમાં એક જ દિવસમાં ચાર બ્રેઈનડેડના અંગદાનથી કુલ 8 અંગોનું દાન થયું છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક, નાના વરાછાની AAIHMS હોસ્પિટલમાં બે, કતારગામની એક ખાનગી હોસ્પિટલમાં એક મળી ચાર બ્રેઈનડેડના અંગદાનનો સમાવેશ થાય છે. અંગદાન થતા અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળશે.

ડિસેમ્બર 9, 2025 9:28 એ એમ (AM)

views 17

અમદવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિષ કરતા પોલીસે પગમાં ગોળી મારી, આરોપીએ હુમલા કરતા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત

અમદાવાદમાં દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાના આરોપમા પકડાયેલા એક આરોપીએ ભાગવાની કોશિષ કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના P.I. દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. ગોળી આરોપીના પગમાં વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ભાગવાના પ્રયાસ દરમિયાન આરોપીએ એક કોન્સ્ટેબલને પણ ઘાયલ કર્યો હતો. ...

ડિસેમ્બર 9, 2025 9:27 એ એમ (AM)

views 21

અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે

અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે. બ્રિજ પર તિરાડ પડવાની ઘટના મામલે મહાનગરપાલિકાએ તપાસ શરૂ કરી છે. અલગ અલગ ત્રણ સંસ્થાઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરવવામાં આવી રહી છે. વડોદરાની કંપની દ્વારા બ્રીજના તમામ થાંભલા અને સ્પાનના ઇન્ટીગ્રિટી ટેસ્ટ કરાશે. બે દિવસ બાદ બ્રિજનો અહેવાલ આ...

ડિસેમ્બર 9, 2025 9:26 એ એમ (AM)

views 21

મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ

મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ - SIRના ગણતરીના તબક્કામાં રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 5 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 74 લાખથી વધુ ગણતરી ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યાં છે. જ્યારે 33 જિલ્લ...

ડિસેમ્બર 8, 2025 7:33 પી એમ(PM)

views 25

સાયબર ગુનેગારો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગેગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચકાસણીકરી ગુનેગારો સામે...

ડિસેમ્બર 8, 2025 7:32 પી એમ(PM)

views 25

26 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી ટોળકીને રાજકોટમાંથી ઝડપી લેવાઈ.

26 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સડોવાયેલી ટોળકીને રાજકોટમાંથી ઝડપી લેવામાં આવી છે. શેરબજારમાં રોકાણ કરવી નફો મેળવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 26 કરોડ 66 લાખ જેટલી રકમ આરોપીઓએ પડાવી લીધી હતી. જે અંગે સાયબર ગુના શાખાએ સાત આરોપીની ધરપકડ કરી હોવાનું સાયબર ગુના શાખાના પોલીસ અધિક્ષક રાજદીપ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.