રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ બીલનું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર પણ ‘મેરિટ ફર્સ્ટ’ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
News On AIR | ઓગસ્ટ 1, 2026 11:07 એ એમ (AM)
સસંદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રીએ આવકાર્યું