રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં નવથી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શ્રી સંઘવી વધુમાં જણાવ્યું કે, આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. રાજ્યભરમાં એક હજાર 200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે.
Site Admin | ઓગસ્ટ 7, 2026 9:42 એ એમ (AM)
રાજ્યમાં નવથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તીરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તીરંગ યાત્રા યોજાશે