પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 29, 2025 7:32 પી એમ(PM)

views 27

31 ડિસેમ્બરની ઉજવણીને લઈ વિવિધ જિલ્લામાં પોલીસની સઘન તપાસ.

રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં પોલીસે રૅન્જ વિસ્તારમાં પેટ્રોલીંગ એટલે કે, પહેરો અને સઘન તપાસ વધારી છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ચાર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળની માહિ...

ડિસેમ્બર 29, 2025 7:31 પી એમ(PM)

views 18

ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે ભીવાડીમાંથી 40 લાખના કેફી પદાર્થ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – ATS અને રાજસ્થાન પોલીસે સંયુક્ત અભિયાનમાં કેફી પદાર્થનું કારખાનું પકડ્યું છે. બંને દળે ભીવાડીમાં ચાલતા કારખાનામાં દરોડા પાડી 22 કિલો જેટલા ગેરકાયદે બનાવાયેલા કેફી પદાર્થ અને રસાયણ કબજે કર્યા. તેમજ ત્રણ વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ગુજરાત ATSના S.P. કે. સિદ્ધાર્થે જણાવ્યું, ત...

ડિસેમ્બર 29, 2025 7:20 પી એમ(PM)

views 15

યાત્રાધામ અંબાજી મંદિરમાં પાંચ મીટરની જ ધજાનું આરોહણ કરી શકાશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે પાંચ મીટરની જ ધજાનું આરોહણ કરાશે. યાત્રિકોની સલામતી અને ધાર્મિક પરંપરાના સંરક્ષણ માટે મંદિરના સુવર્ણ શિખર પર વધુમાં વધુ પાંચ મીટર લંબાઈની જ ધજાઓ આરોહણ કરી શકાશે. આગામી પહેલી જાન્યુઆરી 2026થી આ નિર્ણયનો અમલ કરાશે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં દરરોજ મોટી સં...

ડિસેમ્બર 29, 2025 7:19 પી એમ(PM)

views 28

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીમાં વધારાની શક્યતા નહીંવત્.

નવા વર્ષની ઉજવણીને લઈ માઉન્ટ આબુની સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન લોકો ઠંડીનો પણ અનુભવ કરી રહ્યા છે. માઉન્ટ આબુ હાલ શીતલહેરની ઝપટમાં છે. હાલમાં તેનું તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નજીક પહોંચતાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ, હવામાન ...

ડિસેમ્બર 29, 2025 7:18 પી એમ(PM)

views 18

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ આણંદમાં યોજાયેલી રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા.

ભાવનગરના મૂકબધિર વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સાત ચંદ્રક જીત્યા છે. આણંદમાં યોજાયેલી 16-મી અખિલ ગુજરાત ચેસ ટૂર્નામૅન્ટ ઑફ ધ ડેફ સ્પર્ધામાં શ્રી શાહ બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ સંચાલિત શાળાના 13 વિદ્યાર્થીએ ભાગ લીધો. તેમણે વિવિધ શ્રેણીમાં ચાર સુવર્ણ, એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. હવે...

ડિસેમ્બર 29, 2025 3:21 પી એમ(PM)

views 14

ગાંધીનગરમાં રૅન્જ I.G. વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે કે, નિરીક્ષણ કરાયું.

ગાંધીનગરમાં રૅન્જ I.G. વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે કે, નિરીક્ષણ કરાયું. આ પ્રસંગે યોજાયેલી વાર્ષિક પરેડમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રૅન્જ I.G.-એ પણ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓએ દળ કવાયત, હથિયાર કવાયત, રાઈફલ...

ડિસેમ્બર 29, 2025 3:20 પી એમ(PM)

views 22

રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ…

રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ગાંધીનગરમાં પોલીસ દ્વારા રૅન્જ વિસ્તારમાં પેટ્રોલીંગ એટલે કે, પહેરો અને સઘન તપાસ વધારી છે. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ચાર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજન સ્થળની માહિતી લે...

ડિસેમ્બર 29, 2025 3:19 પી એમ(PM)

views 22

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. નાગવા બીચ હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિવિધ હૉટેલ્સમાં પણ પ્રવાસીઓને આકર્ષવા અનેક પ્રકારની તૈયારી કરવામાં આવી છે.

ડિસેમ્બર 29, 2025 3:18 પી એમ(PM)

views 20

કચ્છના ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ એસ. ટી બસમથકનું ખાતમુહૂર્ત અને માતાના મઢ બસ મથકનું ઈ-ખાતમુહૂર્ત કર્યું.

કચ્છના ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ એસ. ટી બસમથકનું ખાતમુહૂર્ત અને માતાના મઢ બસ મથકનું ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, નવા બસમથક મુસાફરો માટે સુવિધાનુ...

ડિસેમ્બર 29, 2025 3:22 પી એમ(PM)

views 18

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડાના દેથલી ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડાના દેથલી ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી. દરમિયાન તેમણે દૂધ ઉત્પાદકો સાથે સંવાદ પણ કર્યો. ગામના દૂધ ઉત્પાદકો “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન હેઠળ પ્રતિદિવસ દૂધમંડળીઓમાં રાખેલા આશીર્વાદપાત્રમાં સ્વેચ્છાએ દૂધનું દાન કરે છે. આ દૂધ આંગણવાડીઓના કુપોષિત બા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.