પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 2, 2026 4:12 પી એમ(PM)

views 25

મહીસાગર જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ પતંગની દોરીનું વેચાણ કરનારો એક વ્યક્તિ પકડાયો.

મહીસાગર જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ પતંગની દોરીનું વેચાણ કરનારો એક વ્યક્તિ પકડાયો છે. S.O.G. પોલીસે કોઠંબા પોલીસમથક વિસ્તારમાં આવેલા મહારાજ ઢાબા નજીક દરોડા પાડી 36 નંગ ચાઈનીઝ દોરીના ફિરકી સાથે એક વ્યક્તિને પકડ્યો છે. આ સાથે જ પોલીસે દોરી, મૉબાઈલ સહિત 42 હજાર રૂપિયાનો સામાન કબજે કર્યો હતો.

જાન્યુઆરી 2, 2026 4:09 પી એમ(PM)

views 16

બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી દ્વારકા સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો.

બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી દ્વારકા સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ થયો. વહેલી સવારે 2500 થી વધુ ભક્તો દ્વ્રારા આરતી સાથે આચાર્ય પક્ષ દ્વારા આયોજિત આ પદયાત્રા શરૂ થઇ, તેમાં અનેક સંતો સહિત સાંખ્યયોગી બહેનો પણ આ પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રાનો ઉદેશ્ય બેટી બચાવો અને બેટી પઢાવો અને વૃક્ષ બચા...

જાન્યુઆરી 2, 2026 4:04 પી એમ(PM)

views 48

મહીસાગર જિલ્લામાં આજથી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ’નો પ્રારંભ થયો.

મહીસાગર જિલ્લામાં આજથી 'રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ'નો પ્રારંભ થયો. વાહનચાલકોને હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડિંગ અને ટ્રાફિકના અન્ય કાયદા અંગે માહિતગાર કરાયા. તેમજ લોકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ લાવવાના હેતુ સાથે, આગામી એક મહિના સુધી આ જનજાગૃતિ અભિયાન ચાલશે. દરમિયાન સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગ...

જાન્યુઆરી 2, 2026 5:17 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ સમારોહમાં ત્રણ હજાર 84 ડ્રાઈવર અને એક હજાર 658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂંકપત્ર અપાશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી...

જાન્યુઆરી 2, 2026 5:18 પી એમ(PM)

views 20

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 183 કરોડ રૂપિયાની પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 183 કરોડ રૂપિયાની પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં મગફળી, સોયાબિન સહિતના પાકને નુકસાન થયું હતું. બાદમાં સરવે બાદ ખેતી વિભાગને 86 હજાર 195 અરજી મળતાં ખેડૂતોને સહાય અપાઈ છે.આ અંગે ખેતીવાડી અધિકારી પી. બી. પરમ...

જાન્યુઆરી 2, 2026 8:53 એ એમ (AM)

views 161

SIR-2026 હેઠળ આવતીકાલે અને રવિવારે મતદાન મથકો પર વિશેષ ઝુંબેશ હાથ ધરાશે

મતદાર યાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ-2026 હેઠળ આવતીકાલે અને રવિવારે જિલ્લાના તમામ મતદાન મથકો પર વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં નવા મતદાર તરીકે જોડાવવા માટે ફોર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નં 8 ભરી શકાશે.અત્યાર સુધીમાં સમગ્ર રાજ...

જાન્યુઆરી 2, 2026 8:38 એ એમ (AM)

views 28

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાંથી 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના બે ખેતરોમાંથી 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થ ઝડપાયો છે.બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા કસવાળી ગામના સંજયભાઈ તાવીયાની વાડીમાં એરંડા અને કપાસની આડમાં વાવેતર કરાયેલા માદક પદાર્થ મળી આવ્યો હતો. જેમાં માદક પદાર્થના 550 છોડ મળીને 15 કરોડ 18 લાખ 40 હજાર રૂપિયાનો મુ...

જાન્યુઆરી 2, 2026 8:38 એ એમ (AM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ST નિગમના 4 હજાર 742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ સમારોહમાં ત્રણ હજાર 84 ડ્રાઈવર અને એક હજાર 658 હેલ્પરકક્ષાના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરાશે.આ સમારોહ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી પ્...

જાન્યુઆરી 1, 2026 7:39 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર “ભારત એક ગાથા” વિષયવસ્તુ હેઠળ 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર “ભારત એક ગાથા” વિષયવસ્તુ હેઠળ 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો.આજે એકસાથે બે નવા ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રૅકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શૉએ સતત ત્રીજા વર્ષે વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ફ્લાવર મંડલા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ...

જાન્યુઆરી 1, 2026 7:35 પી એમ(PM)

views 18

દેશની પહેલી બૂલેટ ટ્રૅન 15 ઑગસ્ટ 2027થી સુરતથી નવસારીના બિલિમોરા વચ્ચે દોડશે.

દેશની પહેલી બૂલેટ ટ્રૅન 15 ઑગસ્ટ 2027થી સુરતથી નવસારીના બિલિમોરા વચ્ચે દોડશે. દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રથમ તબક્કામાં બૂલેટ ટ્રૅન સુરતથી બિલિમોરા સુધી દોડશે અને ચાર તબક્કા બાદ છેવટે મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેન દોડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.