સપ્ટેમ્બર 26, 2024 7:16 પી એમ(PM)

views 29

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી છે. અમેરિકા, યુરોપિયન સંઘ અને આરબ દેશોએ પણ સંયુક્ત રીતે બહાર પાડેલા નિવેદનમાં ઇઝરાયેલ અને લેબનોન સરકારને હંગામી ધોરણે તત્કાળ યુદ્ધ વિરામ જાહે...

સપ્ટેમ્બર 26, 2024 7:14 પી એમ(PM)

views 45

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે. એવી જ રીતે ત્યાં ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે. લેબનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂર...

સપ્ટેમ્બર 26, 2024 4:09 પી એમ(PM)

views 20

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 42મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડની મેચ શરૂ થઇ ગઇ છે

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 42મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડની મેચ શરૂ થઇ ગઇ છે. આજે સવારે રમાયેલી પહેલી મેચમાં ગાંધીનગરે પંચમહાલની ટીમને 2-0 થી હરાવીને ફાઇનલ રાઉન્ડમાં પહેલો વિજય મેળવ્યો છે. આવતીકાલે પંચમહાલ અને જુનાગઢ તેમજ 28 સપ્ટેમ્બ...

સપ્ટેમ્બર 26, 2024 4:00 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

સપ્ટેમ્બર 26, 2024 3:55 પી એમ(PM)

views 28

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત આકાશવાણીના પટાંગણમાં ભવાઈના જાણીતા કલાકારો દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભવાઈના કલાકારો ઉપરાંત આકાશવાણીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે ...

સપ્ટેમ્બર 26, 2024 3:50 પી એમ(PM)

views 34

સુરતમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યૂ છે, જ્યારે અન્ય કેટલાકને ઈજા થવા પામી છે

સુરતમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યૂ છે, જ્યારે અન્ય કેટલાકને ઈજા થવા પામી છે. આગ એટલી તો ભયાનક હતી કે દૂર દૂર સુધી તેનો ધુમાડો જોઈ શકાતો હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. આગ વિશેની માહિતી મળતા સરથાણા, કાપોદ્રા વિસ્તારની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોડાઉનમાં ફસાયે...

સપ્ટેમ્બર 26, 2024 3:44 પી એમ(PM)

views 27

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇ.જી. નો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇ.જી. નો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો...આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ વ્યવસ્થા જેવી રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.. લોક ફરિયાદોના ઉકેલ માટે જીલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.. સાથોસાથ આ તમામ ...

સપ્ટેમ્બર 26, 2024 3:40 પી એમ(PM)

views 21

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી ચા દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. આજના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું અનુમાન કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, નવસારી, તાપી તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહ...

સપ્ટેમ્બર 26, 2024 3:37 પી એમ(PM)

views 25

નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયાની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે

નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયાની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે. જે અનુસાર રાજ્યમાં ધોરણ 1 થી 12માં આગામી વર્ષથી અલગ અલગ વિષયના 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે, તો કેટલાક વર્ગોમાં આખુય પુસ્તક બદલાવામાં આવશે. જ...

સપ્ટેમ્બર 26, 2024 3:30 પી એમ(PM)

views 57

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. રાજ્યભરમાંથી ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂં...