ડિસેમ્બર 13, 2025 7:33 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ટકાઉ શહેરી વિકાસ એ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, શહેરોનું સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને ટકાઉ શહેરી વિકાસએ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે.
સુરતમાં યોજાઈ રહેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રીએ શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવીને ગુજરાતમાં અર્બન ડેવલેપમેન્ટ મોડલની પહેલ 2005માં શહેરી વિકાસથી કરી હતી.
આ પ્રસંગે શહેરી વિકાસ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તમામ મેયરોને પ્રોત્સાહન આપતા કહ્યું કે, ગુજરાતે 48 ટકા શહેરીકરણનો ધ્યેય સિધ્ધ કર્યો છે.
વર્ષ 2047 સુધીમાં 75 ટકાનો લક્ષ્યાંક પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. આ મેયર્સ પરિષદમાં 16 શહેરોના મેયરો ઉપસ્થિત રહ્યાં હતાં.