ડિસેમ્બર 14, 2025 4:03 પી એમ(PM)

printer

ડાંગ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલની અધ્યક્ષતામાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે કલેક્ટર કચેરી આહવા ખાતે બેઠક યોજાઈ.

મતદાર યાદી વિશેષ સઘન સુધારણા-SIR છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે ડાંગ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેપિંગની કામગીરીના રીપોર્ટના દરેક પાસાંની સમજ આપવામાં આવી હતી. તેમજ જે મતદારોના ફોર્મ મૃત્યુ થવાથી, સ્થળાંતર થવાથી, ગેરહાજર હોવાથી કે અન્ય સ્થળ પર નોંધણી જેવા કારણોસર પરત આવવાની શક્યતા નહીવત છે તેની યાદી બાબતે માહિતગાર કરવામાં આવ્યાં હતા.