પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 12, 2026 10:00 એ એમ (AM)

views 32

વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સમાં રિલાયન્સ જૂથે પાંચ વર્ષમાં સાત લાખ કરોડ અને અદાણી જૂથે દોઢ લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

ગઇકાલે રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજીઓનલ સમિટમાં ઉદ્યોગકારોએ પોતાના આગામી રોકાણની જાહેરાત કરી. રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણીએ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં રોકાણ ડબલ કરીને સાત લાખ કરોડ રૂપિયાનું કરવાની જાહેરાત કરી હતી.જ્યારે અદાણી જૂથના મેનેજિંગ ડિરેકટર કરણ અદાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું...

જાન્યુઆરી 12, 2026 9:58 એ એમ (AM)

views 23

રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર ગણાવી

રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ 2026નું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ફક્ત સમિટ નથી. આ 21મી સદીના ઉભરતા ભારતની તસવીર છે. તેમણે ઉમેર્યું એક સપનાથી શરૂ થયેલી આ યાત્રા આજે એક અતૂટ વિશ્વાસ સુધી પહોંચી શકી છે.તેમણે દેશ-વિદેશથી આવેલા વ્યાપાર જગતના પ્રતિનિધિઓ જણાવ્યું ...

જાન્યુઆરી 11, 2026 7:28 પી એમ(PM)

views 27

આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ આ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી ગાંધીનગરના મહાત...

જાન્યુઆરી 11, 2026 7:26 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ – ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના વિભાગને લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ - ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જાન્યુઆરી 11, 2026 6:57 પી એમ(PM)

views 22

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205 એ પહોંચ્યો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205-એ પહોંચ્યો છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગત 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીને રજા અપાઈ છે. હાલ ટાઈફોઈડના કુલ 70 જેટલા દર્દી સારવાર હેઠળ છે. દરમિયાન આરોગ્યકર્મીઓ અને આશાબહેનોની કુલ 85 ટુકડી દ્વારા સરવેની કામગીરી કરવામાં આવી રહી ...

જાન્યુઆરી 11, 2026 6:57 પી એમ(PM)

views 17

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો. દ્વારકાના બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ યોજાયો....

જાન્યુઆરી 11, 2026 7:21 પી એમ(PM)

views 19

રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકારોને કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણની અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, ભારતમાં અભૂતપૂર્વ સ્થિરતાનું વાતાવરણ છે. રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે...

જાન્યુઆરી 11, 2026 6:50 પી એમ(PM)

views 20

મહિસાગર જિલ્લામાં ન્યુ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી

મહિસાગર જિલ્લામાં ન્યુ ગુજરાત પોર્ટલ યોજના અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. સંતરામપુર ખાતે આવેલ ટાઉન હોલમાં તજજ્ઞો દ્વારા યુવાનોને લેખિત તૈયારી નિ:શુલ્ક કરાવી હતી. ઓલ ઈન વન એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા પણ વિદ્યાર્થીઓ પોતાની...

જાન્યુઆરી 11, 2026 6:49 પી એમ(PM)

views 18

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા યોજાયેલા ત્રણ દિવસના આયુર્વિવેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા યોજાયેલા ત્રણ દિવસના આયુર્વિવેક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં, પરંતુ ભારતીય ઋષિ પરંપરામાં...

જાન્યુઆરી 11, 2026 6:46 પી એમ(PM)

views 17

હૉમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, હૉમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. આણંદમાં NDDB ખાતેથી ડૉક્ટર હૅનિમૅન ઍપ્લાઇડ હૉમિયોપેથી ઑનલાઈન અભ્યાસક્રમ અને ઑર્ગોનન ઑફ મૅડિસીન ડિજિટલ ડૅવલપમેન્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.