સપ્ટેમ્બર 24, 2024 2:52 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાનાં સફળ પ્રવાસ બાદ સ્વદેશ આવવા રવાના

અમેરિકાની ત્રણ દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ આવવા રવાના થયા છે. તેમણે ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમિટની સાથે ન્યૂયોર્કમાં વસતા ભારતીય સમુદાયની સભાને પણ સંબોધિત કરી હતી.

સપ્ટેમ્બર 24, 2024 3:14 પી એમ(PM)

views 38

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સરેરાશ 183 ટકા વરસાદ કચ્છ અને 131 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 130 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન ...

સપ્ટેમ્બર 24, 2024 2:47 પી એમ(PM)

views 32

ભારતીય જોડી યુકી ભામ્બરી અને તેમના ફ્રેન્ચ ભાગીદાર ચેંગડુ ટેનિસમાં ઓપનની ફાઇનલમાં પહોંચ્યા..

ટેનિસમાં, ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભામ્બરી-ઓલિવેટ્ટીની જોડીએ ઇવાન ડોડિગ અને રાફેલ માટોસની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભામ્બરી અને ઓલિવેટ્ટી હવે ફ્રેન્ચ જોડી સ...

સપ્ટેમ્બર 24, 2024 11:29 એ એમ (AM)

views 38

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમા...

સપ્ટેમ્બર 24, 2024 11:26 એ એમ (AM)

views 45

‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનાં ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે કામગીરી કરવામાં આવી રહી છે

‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનાં ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગામની શાળાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અ...

સપ્ટેમ્બર 24, 2024 11:24 એ એમ (AM)

views 47

સેવા સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયની મહિલા માટે અસારવા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

સેવા સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયની મહિલા માટે અસારવા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.. અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં અને સેવા સપ્તાહ કાર્યક્રમના ઇન્ચાર્જ અને અસારવાના કોર્પોરેટર અનસુયા પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામ...

સપ્ટેમ્બર 24, 2024 11:23 એ એમ (AM)

views 33

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. વાપી, વાંસદા, પલસાણા, મહુવા, ધરમપુર, ઉના, બારડોલી, ચીખલી સહિત 18 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો છે. સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. અમારા મહીસાગર જિલ્લાન...

સપ્ટેમ્બર 24, 2024 11:22 એ એમ (AM)

views 24

જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની

જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયાને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. રિયા હવે મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયાએ 51 હરીફોને હરાવીને તાજ જીત્યો છે. 19 વર્ષીય રિયા પર્ફોમિંગ આ...

સપ્ટેમ્બર 24, 2024 11:20 એ એમ (AM)

views 34

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો છે. આ અંગે શહેર પોલિસનાં જાહેરનામાને બહાલ રાખતા ગુજરાત વડી અદાલતનાં ચુકાદાને પડકારતી લક્ઝરી બસ સંચાલકોની અપીલને ગઇ કાલે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી...

સપ્ટેમ્બર 24, 2024 11:18 એ એમ (AM)

views 33

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ મહાનગરપાલિકાનાં કામો માટે આ મંજૂરી આપી છે, જે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકાને 12 કરોડ 84 લાખ રૂપિયા, રાજકોટ મ...