સપ્ટેમ્બર 27, 2024 8:55 એ એમ (AM)

views 19

હવામાન વિભાગે આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદે ફરી એકવાર જોર પકડયું છે. હવામાન વિભાગે આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે તો ગીર સોમનાથ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. દરમ્...

સપ્ટેમ્બર 27, 2024 8:47 એ એમ (AM)

views 48

નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર જાહેર કર્યા

નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર જાહેર કર્યા છે. તે અનુસાર રાજ્યમાં રાજ્યમાં ધોરણ 1થી 12માં આગામી વર્ષથી અલગ અલગ વિષયના 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે, તો કેટલાક વર્ગોમાં આખુય પુસ્તક બદલાવામાં આવશે. જે...

સપ્ટેમ્બર 27, 2024 8:46 એ એમ (AM)

views 23

સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર ઉજાગર કરતી વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો

સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર ઉજાગર કરતી વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયે નાગરિકોની વ્યક્તિગત સંવેદનશીલ ઓળખ સહિત આધાર અને પેનની માહિતી ઉજાગર કરતી કેટલીક વેબસાઈટ્સની ઓળખ પણ કરી છે.ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે આ મામ...

સપ્ટેમ્બર 27, 2024 8:44 એ એમ (AM)

views 55

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં ગુજરાતને વધુ બે લાખ 44 હજાર મકાનોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં વર્ષ 2024-25 માટે ગુજરાતને આપવામાં આવેલા 54 હજાર આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની કામગીરી અને લાભાર્થીની વધુ સંખ્યાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2 લાખ 44 હજાર મકાનોનો લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંક સાથે હવે 2024-25ના...

સપ્ટેમ્બર 27, 2024 8:41 એ એમ (AM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં 633 કરોડ રૂપિયાના બે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લામાં પીવાની પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ઉપરાંત દેવપુરા અને રણકપુર ઓફટેક યોજનાના સુધારિત વિકાસ કાર્યોનું પણ મુખ્યમંત્રીના હસ...

સપ્ટેમ્બર 27, 2024 8:40 એ એમ (AM)

views 15

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના ડિસાથી રાજ્યકક્ષાનાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે

રાજ્યભરમાં આજે ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહેશે. વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ, જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ તો મહેસાણામાં ઉદ્યોગ મંત્...

સપ્ટેમ્બર 26, 2024 8:17 પી એમ(PM)

views 41

પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાનો એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યાં

પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાનો એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યાં છે.. આણંદ અમૂલ ડેરી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી બે દિવસથી ચાલતા ડાકોર પ્રસાદના વિવાદ બાબતે સ્પષ્ટીકરણ કરવામા આવ્યું હતું. જેને લઈને આજે સમગ્ર મામલે અમુલ ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર...

સપ્ટેમ્બર 26, 2024 8:15 પી એમ(PM)

views 33

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં 34 થી વધુ પશુઓના મોત થયા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં 34 થી વધુ પશુઓના મોત થયા છે. જેમાં મુળી તાલુકાના ભેટ ગામે વિજળી પડવાથી 31 બકરીઓના મોત થયા હતા.. જ્યારે સરા ગામમાં એક ભેંસનું પણ વીજળી પડવાથી મોત થયું છે, જ્યારે થાનગઢ તાલુકાના તરણેતર ગામે ભેંસ તેમજ રૂપાવટી ગામે પશુનું મોત થયેલુ છે. આ ચારે...

સપ્ટેમ્બર 26, 2024 8:13 પી એમ(PM)

views 36

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે વલસાડ, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, તાપી અને સૌરાષ્ટ્માં ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 30થી 40 કિલોમીટર પ્રતિકલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી છે.. આ ઉપરાંત છોટાઉ...

સપ્ટેમ્બર 26, 2024 8:12 પી એમ(PM)

views 25

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે દેવલિયા- નસવાડી હાઈવે પર ...