ફેબ્રુવારી 14, 2025 10:35 એ એમ (AM)

views 18

બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઇકાલે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઇ

બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઇકાલે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઇ. લોકસભામાં, સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, સત્રના પ્રથમ તબક્કામાં 112 ટકા ઉત્પાદકતા નોંધાઈ છે. તેમણે ગૃહને માહિતી આપી કે, સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં 177 સભ...

ફેબ્રુવારી 14, 2025 10:18 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે શ્રી મસ્ક સાથે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેના માટે શ્રી મસ્ક ખૂબ જ પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ...

ફેબ્રુવારી 14, 2025 10:12 એ એમ (AM)

views 21

ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચેનો સહય...

ફેબ્રુવારી 14, 2025 10:10 એ એમ (AM)

views 21

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોત્સવનાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 જાન્યુઆરીએ દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કર્યું હતું. 38મા રાષ્ટ્રીય રમતોમાં જુદી જુદી 35 સ્પર્ધાઓ યોજાઈ હ...

ફેબ્રુવારી 14, 2025 10:04 એ એમ (AM)

views 28

મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યુ.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મણિપુરના રાજ્યપાલ તરફથી મળેલા એક અહેવાલ પર વિચાર કર્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવ...

ફેબ્રુવારી 14, 2025 9:45 એ એમ (AM)

views 17

આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે

આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્...

ફેબ્રુવારી 14, 2025 9:41 એ એમ (AM)

views 36

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધીને એક સપ્તાહ બાદ ૩૫ ડિગ્રી સે...

ફેબ્રુવારી 14, 2025 9:34 એ એમ (AM)

views 25

ગુજરાત ટુરિઝમ અને ગુજરાત રાજ્ય વેપારી મહામંડળ- GCCIના સંયુક્ત ઉપક્રમે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિસ્સેદારો સાથે “પ્રાદેશિક ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત ટુરિઝમ અને ગુજરાત રાજ્ય વેપારી મહામંડળ- GCCIના સંયુક્ત ઉપક્રમે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિસ્સેદારો સાથે "પ્રાદેશિક ચિંતન શિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું. GCCI ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધીએ જણાવ્યું કે, GCCI ના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં પ્રવાસનને પ્રોત્...

ફેબ્રુવારી 14, 2025 9:29 એ એમ (AM)

views 17

ભાવનગરની શાળાના ધોરણ નવના વિદ્યાર્થી વિવેક રાજુભાઈ અને ગોહિલ અક્ષત સિંહે રાષ્ટ્રીય સુરક્ષા માટેનો બનાવેલા પ્રોજેક્ટની રાજ્ય કક્ષાના એસ.એસ.આઈ.પી (SSIP) દ્વારા પસંદગી કરવામાં આવી છે

ભાવનગરની શાળાના ધોરણ નવના વિદ્યાર્થી વિવેક રાજુભાઈ અને ગોહિલ અક્ષત સિંહે રાષ્ટ્રીય સુરક્ષા માટેનો બનાવેલા પ્રોજેક્ટની રાજ્ય કક્ષાના એસ.એસ.આઈ.પી (SSIP) દ્વારા પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે 20 હજાર સુધીની ગ્રાન્ટને ફાળવવામાં આવી છે. એસ.એસ.આઈ.પી (SSIP) અંતર્ગત કે...

ફેબ્રુવારી 14, 2025 9:27 એ એમ (AM)

views 17

નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા “ખેલમહાકુંભ ૩.૦” અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા "ખેલમહાકુંભ ૩.૦" અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ ભાઈ-બહેનો દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક અને લોંગ જમ્પ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે, દેડિયાપાડા તાલુકાના સાબુટી ગામના વિપુલભાઈ વ...