ફેબ્રુવારી 14, 2025 3:54 પી એમ(PM)

views 41

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપના નવા કેમ્પસનું ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ-SOULનું કેમ્પસ ભૂમિપૂજન કર્યું. SOULનું આ કેમ્પસ 22 એકરમાં અંદાજિત 150 કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં નિર્માણ પામશે, જેમાં આરોગ્ય – શિક્ષણ - ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ મ...

ફેબ્રુવારી 14, 2025 3:55 પી એમ(PM)

views 43

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો. આ ટ્રેન દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 8.20 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, દર શનિવારે વહેલી સવારે 5 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 1...

ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM)

views 50

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 22 ફેબ્રુઆરીના રોજ ટ્રેન 09453 સાબરમતીથી 11 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, 23 ફેબ્રુઆરીએ ટ્રેન નં. 09454 બનારસથી સાંજે સાડા સાત વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્...

ફેબ્રુવારી 14, 2025 3:47 પી એમ(PM)

views 43

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટી.બી. નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો. આ સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે ટી.બી. નિર્મૂલન ઝુંબેશથી 90 ટકા સફળતા મળી છે. શ્રી પટેલે ઉમેર્યું કે ટી.બી. નિર્મૂલન માટે સરકાર તરફથી પ્રોટીન યુક્ત આહારની કીટ અપાય છે.

ફેબ્રુવારી 14, 2025 3:44 પી એમ(PM)

views 19

અરવલ્લી જિલ્લામાં મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો

અરવલ્લી જિલ્લામાં મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. આ સ્પર્ધામાં અરવલ્લી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની ટીમ જોડાઈ છે. આ અંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નિરજ શેઠે વધુ માહિતી આપી.

ફેબ્રુવારી 14, 2025 3:44 પી એમ(PM)

views 21

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર-2માં આવેલી કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી.

ફેબ્રુવારી 14, 2025 3:42 પી એમ(PM)

views 25

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું

અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26 નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં એડવાન્સ ટેકસ ચુકવનારને 10 ટકાને બદલે 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂક્યો હોય તે તમામને 15 ટકા જેટલું પ્રિબેટ અપાશે...

ફેબ્રુવારી 14, 2025 3:40 પી એમ(PM)

views 45

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણો સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7 હજાર 36 ઉમેદવારી પત્રો રજૂ થાય હતા તે પૈક...

ફેબ્રુવારી 14, 2025 2:30 પી એમ(PM)

views 26

IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે IIT અને JEE પરીક્ષાના પરિણામ અંગે ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ વસ્તુ અથવા સેવાઓની ...

ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM)

views 17

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો છે. હવેથી મહિલાઓ ઉપરાંત પુરુષો અને ટ્રાન્સજેન્ડર્સ પિડીતોને પણ યોજનામાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, માસિક નાણાકીય સહાય 8000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમ...