ડિસેમ્બર 8, 2025 5:24 પી એમ(PM)

views 23

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની કામગીરી પુરજોશમાં

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં 92 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બૂથ સ્તરના અધિકારી-BLO અને સંબંધિત વિભાગની સક્રિયતાને પગલે કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાની નાયબ કલેક્ટર નિશાંત કુગશિયાએ જણાવ્યું.

ડિસેમ્બર 8, 2025 5:13 પી એમ(PM)

views 18

કચ્છ જિલ્લાના કંડલાના મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ

કચ્છ જિલ્લાના કંડલાના મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. 20 JCB અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી થઇ રહી છે. સાંજ સુધીમાં 250 કરોડ રૂપિયાની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલ...

ડિસેમ્બર 8, 2025 5:09 પી એમ(PM)

views 26

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજના કૂવા પૂરી દેવાની કવાયત હાથ ધરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજના કૂવા પૂરી દેવાની કવાયત હાથ ધરાઇ છે. ચોટીલાના નાયબ કલેકટર એચ ટી મકવાણાની ટુકડી એ ભેટ ગામે દરોડા પાડીને ગેરકાયદે કોલસાના કૂવા પરથી બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે હવે અહીં ફરીથી ખનીજ ચોરી ન થાય તે માટે અત્યાર સુધીમાં 17 કૂ...

ડિસેમ્બર 8, 2025 5:05 પી એમ(PM)

views 25

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. મોડાસા તાલુકાના લચ્છાઇ ગામે તુષાર ચૌહાણે 350 વીઘામાં ડ્રેગનફ્રુટ-જામફળની બાગાયતી ખેતી કરી છે. તેઓ જણાવી રહ્યા છે કે,તાઇવાન પ્રજાતિનું જામફળ અને ડ્રેગનફ્રુટનું વાવેતર ખૂબ સફળ રહ્યું છે. હાલમાં જામફળપણ બજારમાં પહોંચી રહ્યા છે અને બજારમાં તેની વધુ માગન...

ડિસેમ્બર 8, 2025 5:01 પી એમ(PM)

views 29

માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

69 મી રાજ્ય કક્ષાની શાળા રમતગમત મંડળ-SGFI થાંગ તા માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આગામી દિવસોમાં તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શાળા તેમજ ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધારશે. આ સ...

ડિસેમ્બર 8, 2025 3:44 પી એમ(PM)

views 22

લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ચર્ચા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વંદે માતરમના મંત્રએ સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી.

લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા હાથ ધરી છે. રાષ્ટ્રગીત 1875માં બંકીમચંદ્ર ચેટરજી દ્વારા લખવામાં આવ્યું હતું. ચર્ચા શરૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમના મંત્રએ સમગ્ર દેશને શક્તિ અને પ્રેરણા આપી અને સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી. તેમણે કહ્યું કે, આજે પવિ...

ડિસેમ્બર 8, 2025 3:32 પી એમ(PM)

views 24

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી.

રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી છે. શૂન્ય કલાક દરમિયાન, શ્રી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ દર વર્ષે 7 ડિસેમ્બરે યુદ્ધમાં શહીદ થયેલા અને ગણવેશધારી સૈનિકોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે માત્ર ...

ડિસેમ્બર 8, 2025 3:26 પી એમ(PM)

views 24

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે આરોપ લગાવ્યો કે, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નથી. મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોસ્ટલ સર્કિટ પહેલ હેઠળ 68 કરોડ રૂપિયા અને 'પ્રસાદ' યોજના હેઠળ બેલુર મઠના વિકાસ માટે 31 કરો...

ડિસેમ્બર 8, 2025 3:08 પી એમ(PM)

views 34

ચીનના લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયરે જાપાનના દક્ષિણપશ્ચિમ ટાપુ શૃંખલા નજીક લગભગ 100 ટેક-ઓફ અને લેન્ડિંગ કરતાં જાપાને વિરોધ નોંધાવ્યો.

ચીનના લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયરે સપ્તાહના અંતે જાપાનના દક્ષિણપશ્ચિમ ટાપુ શૃંખલા નજીક લગભગ 100 ટેક-ઓફ અને લેન્ડિંગ કર્યા, જેના કારણે જાપાને ચીનના રાજદૂત વુ જિઆંગહાઓને બોલાવીને જાપાની વિમાનોને રડાર દ્વારા નિશાન બનાવવા સહિતની ખતરનાક પ્રવૃત્તિનો વિરોધ કર્યો. જોકે, ચીને આ દાવાઓને નકાર્યા છે, જાપાન પર ફ્...

ડિસેમ્બર 8, 2025 2:47 પી એમ(PM)

views 43

નાઇજીરીયાની શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવાયાં.

નાઇજીરીયન અધિકારીઓએ ગયા મહિને નાઇજર રાજ્યની એક શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવી લેવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. બચાવાયેલા તમામને તબીબી તપાસ માટે અબુજા મોકલવામાં આવ્યા હતા. તેઓ ટૂંક સમયમાં તેમના પરિવારોને મળશે. જોકે તેમના પરિવારો સાથે પુનર્મિલન અગાઉ રાજ્યના અધિકારીઓને સોંપવામાં આવશે. 21 ...