ડિસેમ્બર 9, 2025 3:13 પી એમ(PM)

views 22

દ્વારકામાં આવેલ શિવરાજપુર બીચના વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી VGRC માં આકર્ષણનું કેન્દ્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચના સમગ્ર વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં મુખ્ય આકર્ષણ બનશે. શિવરાજપુરના આ સર્વાંગી વિકાસમાં અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ ઝોન, સાયકલ ટ્રેક, બીચ પ્રોમેનેડ,...

ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM)

views 34

સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની ઉપસ્થિતીમાં આજથી અમદાવાદમાં ટેનિસ પ્રિમિયર લિગનો આરંભ

આજથી અમદાવાદ ખાતે ટેનિસ પ્રીમિયર લીગનો પ્રારંભ થશે. આ ટેનિસ પ્રીમિયર લીગના પ્રારંભ પ્રસંગે ભારતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા રોહન બોપન્નાની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના ખેલાડીઓથી ભરેલી આઠ ટીમો વચ્ચે ટેનિસ પ્રીમિયર લીગ યોજાશે.ગુજરાત યુનિવર્સિટી ટેનિસ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પેન્થર્સ, ગુડગાંવ ગ્રાન્ડ, ...

ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM)

views 17

સુરતમાં એક જ દિવસમાં 4 બ્રેઈનડેડના અંગદાનથી કુલ 8 અંગોનું દાન મળ્યું

સુરતમાં એક જ દિવસમાં ચાર બ્રેઈનડેડના અંગદાનથી કુલ 8 અંગોનું દાન થયું છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક, નાના વરાછાની AAIHMS હોસ્પિટલમાં બે, કતારગામની એક ખાનગી હોસ્પિટલમાં એક મળી ચાર બ્રેઈનડેડના અંગદાનનો સમાવેશ થાય છે. અંગદાન થતા અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળશે.

ડિસેમ્બર 9, 2025 9:28 એ એમ (AM)

views 18

અમદવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિષ કરતા પોલીસે પગમાં ગોળી મારી, આરોપીએ હુમલા કરતા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત

અમદાવાદમાં દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાના આરોપમા પકડાયેલા એક આરોપીએ ભાગવાની કોશિષ કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના P.I. દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. ગોળી આરોપીના પગમાં વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ભાગવાના પ્રયાસ દરમિયાન આરોપીએ એક કોન્સ્ટેબલને પણ ઘાયલ કર્યો હતો. ...

ડિસેમ્બર 9, 2025 9:27 એ એમ (AM)

views 23

અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે

અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે. બ્રિજ પર તિરાડ પડવાની ઘટના મામલે મહાનગરપાલિકાએ તપાસ શરૂ કરી છે. અલગ અલગ ત્રણ સંસ્થાઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરવવામાં આવી રહી છે. વડોદરાની કંપની દ્વારા બ્રીજના તમામ થાંભલા અને સ્પાનના ઇન્ટીગ્રિટી ટેસ્ટ કરાશે. બે દિવસ બાદ બ્રિજનો અહેવાલ આ...

ડિસેમ્બર 9, 2025 9:26 એ એમ (AM)

views 22

મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ

મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ - SIRના ગણતરીના તબક્કામાં રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 5 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 74 લાખથી વધુ ગણતરી ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યાં છે. જ્યારે 33 જિલ્લ...

ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM)

views 31

ભારત અને ચિલી વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ

ભારત અને ચિલી વચ્ચે નવી દિલ્હીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને ચિલીના પ્રતિનિધિમંડળો વચ્ચે સઘન અને રચનાત્મક ચર્ચાઓ થઈ હતી, જેના પરિણામે વાટાઘાટોના તમામ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.બંને પક્ષોએ વાટાઘાટો...

ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM)

views 17

હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો જવાબદાર-કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો સંપૂર્ણપણે જવાબદાર છે અને તે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ રહી છે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTL) માર્ગદર્શિકા નહીં, પરંતુ ક્રૂ અને પાઇલટના ઉપયોગ અંગે ઇન્ડિગોનો આંતરિક ગેરવહીવટ, વર્તમ...

ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM)

views 61

ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું, વંદે માતરમની ભાવના આ શક્તિનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ ફક્ત એક ગીત કે સ્તોત્ર નથી, પરંતુ લોકોને તેમના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ગ...