ડિસેમ્બર 17, 2025 8:44 એ એમ (AM)

views 38

અમેરિકાએ પાંચ દેશ પર સંપૂર્ણ પ્રતિબંધ, જયારે અન્ય 15 દેશ પર આંશિક પ્રતિબંધ કડક બનાવ્યા

અમેરિકાએ પ્રવાસ અને વસવાટ માટે કડક નિયમો બનાવ્યા છે. જેમાં બીજા પાંચ દેશ પર સંપૂર્ણ પ્રતિબંધ જયારે અન્ય 15 દેશ પર આંશિક પ્રતિબંધ કડક બનાવ્યા છે.નવા અન્ય દેશમાં બુર્કિના ફાસો, માલી, નાઇજર, દક્ષિણ સુદાન અને સીરિયાને પ્રતિબંધિત દેશોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 15 વધુ દેશો માટે આંશ...

ડિસેમ્બર 17, 2025 8:42 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાન પહોંચશે

જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાન પહોંચશે. શ્રી મોદી ઓમાનના વડા સુલતાન હૈથમ બિન તારિકના આમંત્રણ પર ઓમાનની મુલાકાતે છે.પ્રધાનમંત્રી મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે.શ્રી મોદીની બે દિવસીય મુલાકાત...

ડિસેમ્બર 17, 2025 8:40 એ એમ (AM)

views 48

વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ હેઠળ 125 દિવસના વેતન રોજગારની ગેરંટીનું બિલ લોકસભામાં રજૂ કરાયું

સરકારે લોકસભામાં "વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી" બિલ 2025 રજૂ કર્યું. આ કાયદો વીસ વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005 (મનરેગા)ને બદલશે. આ કાયદા હેઠળ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં એકસો પચીસ દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી ...

ડિસેમ્બર 17, 2025 8:38 એ એમ (AM)

views 29

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તમિલનાડુના વેલ્લોરની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તમિલનાડુના વેલ્લોરની મુલાકાત લેશે. તેઓ શ્રી પુરમ સુવર્ણ મંદિરમાં દર્શન અને આરતી કરશે.રાષ્ટ્રપતિ એક ધ્યાન મંડપનું ઉદ્ઘાટન કરશે અને મંદિર સંકુલમાં એક વૃક્ષ વાવશે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન વેલ્લોરમાં રાષ્ટ્રપતિ...

ડિસેમ્બર 17, 2025 8:37 એ એમ (AM)

views 40

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 મેચ આજે લખનૌમાં રમાશે

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારત પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે અને શ્રેણી જીતીને દક્ષિણ આફ્રિકા સામે 3-1થી આગળ રહેવાનો પ્રયાસ કરશે. પાંચમી અને અંતિમ મેચ શુક્રવ...

ડિસેમ્બર 16, 2025 7:46 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૉર્ડનના પ્રવાસ બાદ ઇથોપિયા પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇથોપિયાના બે દિવસના પ્રવાસે પાટનગર અદીસ અબાબા પહોંચ્યા છે. તેઓ ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉક્ટર એબી અહમદ સાથે દ્વિપક્ષીય સંબંધ અંગે ચર્ચા કરશે. શ્રી મોદી આવતીકાલે ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધશે. પ્રધાનમંત્રી મોદીનો ઇથોપિયાનો આ પહેલો પ્રવાસ છે. આ પ્રવાસ દ્વિપક્ષીય ...

ડિસેમ્બર 16, 2025 7:47 પી એમ(PM)

views 13

રાજ્યસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા આજે પૂર્ણ થઈ

રાજ્યસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા આજે પૂર્ણ થઈ. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પ્રફૂલ્લ પટેલે કહ્યું, ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન – EVMનો ઉપયોગ ચૂંટણીમાં પહેલા પણ થયો છે અને તેની સાથે ચેડા થઈ શકે છે તેવો કોઈ પુરાવો નથી. તેમણે કહ્યું, ચૂંટણી પંચે EVMમાં કોઈ પણ ગેરરીતિ સાબિત કરવા ખૂલ્લો પડકાર આપ્યો ...

ડિસેમ્બર 16, 2025 7:42 પી એમ(PM)

views 17

ઉત્તરપ્રદેશમાં બસ અકસ્માતમાં 13-ના મોત – રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરપ્રદેશના મથુરામાં આજે સવારે ચાર વાગ્યાની આસપાસ અનેક બસ એકબીજા સાથે અથડાતા 13 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મથુરાના બળદેવ વિસ્તારમાં યમુના ઍક્સપ્રેસ-વૅ પર સર્જાયેલા અકસ્માતમાં બસ અથડાવવાના કારણે વાહનોમાં ભીષણ આગ પણ લાગી હતી. ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના બાદ સ્...

ડિસેમ્બર 16, 2025 7:40 પી એમ(PM)

views 26

દુબઈમાં રમાયેલા ઍશિયા કપ ક્રિકેટમાં 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં મલૅશિયાને હરાવી ભારત સૅમિ-ફાઈનલમાં પહોંચ્યું

ઍશિયા કપ ક્રિકેટ – ACCમાં 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં ભારતીય ટીમ સેમિ-ફાઈનલમાં પહોંચ્યું છે. દુબઈના ધ સૅવન્સ સ્ટૅડિયમમાં ભારતે આજે અંતિમ લીગ મુકાબલામાં મલૅશિયાને 315 રનથી હરાવ્યું. પહેલી બૅટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગુમાવી 408 રન બનાવ્યા હતા. જ્યારે મલૅશિયાની સમગ્ર ટીમ 33-મ...

ડિસેમ્બર 16, 2025 7:19 પી એમ(PM)

views 20

બજારમાં વ્યાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તે માટે આગામી 31 માર્ચ સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવાઇ

કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં વાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તથા સંગ્રહખોરી અટકે તે માટે આગામી 31 માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી છે. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળે તે હેતુસર ઘઉંના વેપાર...