ડિસેમ્બર 17, 2025 7:02 પી એમ(PM)

views 24

ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો – હવે મુસ્લિમ વક્ફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે.

હવે મુસ્લિમ વક્ફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે. ગુજરાત વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવાની રહેશે. આ સાથે જ વડી અદાલતે કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને ફગાવી દ...

ડિસેમ્બર 17, 2025 7:01 પી એમ(PM)

views 19

અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી – ગુના શાખાને તપાસ સોંપાઈ.

અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને આજે બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ઈ-મેઈલ દ્વારા મળેલી ધમકી પર અમદાવાદ ગુના શાખાને તપાસ સોંપાઈ છે.

ડિસેમ્બર 17, 2025 7:00 પી એમ(PM)

views 28

PM-KUSUM યોજના હેઠળ રાજ્યમાં ફાળવાયેલા ભંડોળમાં છેલ્લા ચાર વર્ષમાં 2 હજાર 843 ટકાનો વધારો.

રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન-PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨ લાખ ૨૮ હજાર ૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય ...

ડિસેમ્બર 17, 2025 2:51 પી એમ(PM)

views 21

તાપીની આદર્શ નિવાસી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા સ્થિત ઈસરોની શૈક્ષણિક મુલાકાતની તક પ્રાપ્ત થઈ.

તાપી જિલ્લાની આદર્શ નિવાસી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા સ્થિત ઈસરોની શૈક્ષણિક મુલાકાતની સુવર્ણ તક પ્રાપ્ત થઈ હતી. તેમણે ઇસરોની મુલાકાત લઈ રોકેટ અવકાશમાં કઈ રીતે મોકલવામાં આવે છે, તે અંગેની જાણકારી મેળવી હતી સાથે ઇસરો ખાતે આવેલ વૈજ્ઞાનિકો સાથે પણ સંવાદ કરીને ...

ડિસેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)

views 18

મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત…..

મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત નિપજ્યાં છે. બનાસકાંઠાથી દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ચાંચાવદરડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં એકને ઇજા પહોંચી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી ત્રણ ...

ડિસેમ્બર 17, 2025 2:49 પી એમ(PM)

views 14

બોટાદ શહેરના હીફલી વિસ્તારના મીણના કારખાનામાં આગની ઘટના બની.

બોટાદ શહેરના હીફલી વિસ્તારના મીણના કારખાનામાં આગની ઘટના બની હતી. ઘટનાને પગલે અગ્નિશમન દળની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનમાં મશીનરી સહિતનો કાચો માલ બળીને ખાખ થતાં કારખાના માલિકને આશરે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટનામાં જાનહાનિ ટળી હતી. ઇલેક્ટ્રિક ...

ડિસેમ્બર 17, 2025 2:46 પી એમ(PM)

views 19

ગીર સોમનાથ જિલ્લાની 84 કોલેજને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી.

ગીર સોમનાથ જિલ્લાની 84 કોલેજને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં આ કોલેજોમાં રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શિકા મુજબ મુલ્યાંકન કરી તેને તમાકુ મુક્ત જાહેર કરાઇ છે. બીજી તરફ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાનના ત્રીજા તબક્કા અંત...

ડિસેમ્બર 17, 2025 2:45 પી એમ(PM)

views 21

રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગનું ઈ-ચલણ હવે સીધું UPIથી ભરી શકાશે.

રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગનું ઈ-ચલણ હવે સીધું UPIથી ભરી શકાશે. જિલ્લામાં વાહનચાલકો હવે સરળતાથી પોતાના મોબાઈલ ફોનથી યુ.પી.આઈ., ગૂગલ પે, ફોન પે, યોનો એપ જેવી વિવિધ પેમેન્ટ એપ મારફતે ઈ-ચલણ ભરી શકશે. તેના માટે ભારત બિલ પેમેન્ટ એપમાં ઈ-ચલણ લખી સર્ચ કરવાનું રહેશે. જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત...

ડિસેમ્બર 17, 2025 1:52 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈથોપીયાની સંસદને સંબોધિત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અદીસ અબાબામાં ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. ઇથોપિયાની સંસદને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે ભારતનું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત, બંને આપણી ભૂમિને માતા તરીકે ઓળખે છે. તે આપણને વારસો, સંસ્કૃતિ, સુંદરતા પર ગર્વ કરવા અને માતૃભૂમિન...

ડિસેમ્બર 17, 2025 1:50 પી એમ(PM)

views 18

ભારતીય રેલ્વેમાં કવચ સિસ્ટમના બે હજાર કિલોમીટરથી વધુ રૂટ કાર્યરત

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતીય રેલ્વેમાં કવચ સિસ્ટમના બે હજાર કિલોમીટરથી વધુ રૂટ કાર્યરત કરવામાં આવ્યા છે. મુસાફરો અને ટ્રેન સંચાલનની સલામતી વધારવા માટે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ, કવચ રજૂ કરવામાં આવી છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી વૈષ્ણવે ...