ડિસેમ્બર 21, 2025 8:25 એ એમ (AM)

views 18

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વહીવટી સેવાઓની ગુણવત્તા નિર્ણાયક ભૂમિકા ભજવશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વહીવટી સેવાઓની ગુણવત્તા નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓનો અમલ વહીવટકર્તાઓની ગુણવત્તા પર આધાર રાખે છે. ગઈકાલે સાંજે હૈદરાબાદમાં રાજ્ય જાહેર સેવા આયોગોના અધ્યક્ષોના બે દિવસીય પરિષદના સમાપન સ...

ડિસેમ્બર 21, 2025 8:24 એ એમ (AM)

views 31

પુરુષ અંડર-૧૯ એશિયા ક્રિકેટ કપના ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે

પુરુષ અંડર-૧૯ એશિયા ક્રિકેટ કપના ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં ભારતીય સમય મુજબ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ, ભારત નવમી વખત ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. અગાઉ, ભારતે ગ્રુપ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતે શ્રીલંક...

ડિસેમ્બર 21, 2025 9:57 એ એમ (AM)

views 37

સમગ્ર વિશ્વમાં આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે બીજા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગયા વર્ષે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં શિયાળુ સંક્રાંતિને ધ્યાનમાં રાખી પસંદ કરવામાં આવી હતી, જે આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિનું પ્રતીક છે. દરમિયાન ભારતીય આધ્યાત્મિક ગુરુ ...

ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM)

views 27

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાન દ્વારા વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા અંગે ચેતવણી જારી કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ચેતવણી જારી કરતાં જણાવ્યું કે ઘોસ્ટપેરિંગ નામના સાયબર અભિયાનનો ઉપયોગ વોટ્સએપ એકાઉન્ટ્સ હેક કરવા માટે થઈ રહ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સાયબર ગુનેગારો કોઈપણ ચકાસણી વિના પેરિંગ કોડનો ઉપયોગ કરીને વોટ્સએપના ડિવાઇસ-લિંકિંગ ફીચર દ્વારા એકાઉન્ટ્સ હેક કરી ર...

ડિસેમ્બર 21, 2025 8:23 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના નામરૂપમાં 12 હજાર કરોડના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના નામરૂપમાં 12 હજાર કરોડના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. રાજ્યની તેમની મુલાકાતના બીજા દિવસે, શ્રી મોદી બ્રહ્મપુત્ર નદી પર ક્રુઝ શિપમાં મુસાફરી કરતી વખતે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમના ભા...

ડિસેમ્બર 20, 2025 7:59 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આસામના પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બોરદોલોઈની 80 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ આસામને પ...

ડિસેમ્બર 20, 2025 7:58 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં 3,200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રાણાઘાટમાં આશરે 3 હજાર 200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34ના 66 કિલોમીટરથી વધુ લાંબા બરજાગુલી-કૃષ્ણનગર વિભાગના ચાર માર્ગીય રસ્તાનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ...

ડિસેમ્બર 20, 2025 7:17 પી એમ(PM)

views 24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોલકાતા ખાતેથી અમદાવાદને પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઈન્ડિયા” મેટ્રો ટ્રેનની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઈન્ડિયા” મેટ્રો ટ્રેનની ભેટ આપી. કોલકાતા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમના પ્લાન્ટ ખાતેથી અમદાવાદ મેટ્રો રેલ માટેના ડબ્બાઓનું લોન્ચિંગ કર્યું. આ મેટ્રો ટ્રેન શહેરમાં રેલ વ્યવસ્થાની વધતી માંગ અને લોકપ્રિયતાને પહોંચી વળવા સાથે જાહેર પ...

ડિસેમ્બર 20, 2025 7:15 પી એમ(PM)

views 29

“ઓપરેશન મ્યુલ હન્ટ” હેઠળ કુલ એક હજાર 700 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં 489 આરોપીની ધરપકડ

સાયબર ગુનેગારો સામે ગુજરાત પોલીસે શરૂ કરેલ “ઓપરેશન મ્યુલ હન્ટ” હેઠળ 534 ફરિયાદ નોંધી 489 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, પોલીસ તપાસમાં 3 હજાર 422 ગુનાનો પર્દાફાશ થયો છે. દરમિયાન કુલ એક હજાર 708 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં 771 મ્યુલ અકા...

ડિસેમ્બર 20, 2025 7:14 પી એમ(PM)

views 19

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અનુદાન અપાશે

સરકાર તરફથી અનુદાન મેળવતી શાળાઓમાં હવે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અનુદાન અપાશે. લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ અંગેના રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણય અનુસાર વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તો અનુદાનમાં કપાત કરાશે. આ અંગે વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે અનુદાન કાપવાના વિસ્તૃત નિયમો જાહેર કરાયા છે. શિક...