જાન્યુઆરી 10, 2025 2:08 પી એમ(PM)

views 34

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપશે. તેઓ સંમેલનમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા બિન-નિવાસી ભારતીયોને સંબોધન કરશે. સુશ્રી મુર્મુ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે પ્રવાસી ભારતીયોને ‘પ્રવાસી ભારતીય સન્માન’ પણ એનાયત કરશે. આ પુરસ્કાર બિન...

જાન્યુઆરી 10, 2025 2:06 પી એમ(PM)

views 25

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની ‘કુંભવાણી’ ચેનલનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે શ્રી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભ, સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપે છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ક...

જાન્યુઆરી 10, 2025 2:05 પી એમ(PM)

views 18

મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા જૂથો માટે ટૂંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે :કેન્દ્રીય રેલ્વે મંત્રી

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની મુલાકાત લીધી અને ભારતની રેલ્વેની માળખાગત સુવિધાઓમાં પ્રગતિની સમીક્ષા કરી છે. તેમણે મુસાફરોના આરામ અને સલામતી માટે 12 નોંધપાત્ર સુધારાઓ સાથે અમૃત ભારત ટ્રેન કોચમાં અદ્યતન સુવિધા સહિત પરિવર્તનશીલ વિકાસ પર પ્રકાશ પાડ્ય...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 40

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિ...

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 38

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિ...

જાન્યુઆરી 9, 2025 8:06 પી એમ(PM)

views 25

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, બેક ઓફિસર સહિતના હોદ્દા પર ભરતી કરવા આ મેળામાં 5થી વધુ કંપની ભાગ...

જાન્યુઆરી 9, 2025 8:04 પી એમ(PM)

views 12

ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ રાજકોટ સહિત મુખ્ય 20 શહેરોમાં અકસ્માતના કેસો વથતા હાવાના કારણે, ખાસ કરીને પતંગની દોરી વાગવા અને ધાબા પરથી પડવાના કેસો વધે છે

ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ રાજકોટ સહિત મુખ્ય 20 શહેરોમાં અકસ્માતના કેસો વથતા હાવાના કારણે, ખાસ કરીને પતંગની દોરી વાગવા અને ધાબા પરથી પડવાના કેસો વધે છે જેથી આ તમામ ઇમરજન્સીને પહોંચી વળવા વાટે ઇમરજન્સી સેવા 108 સજજ છે. 14 અને પંદર જાન્યુઆરીએ ઇમરજન્સી કેસ વધવાની શક્યતાના કારણે ફિલ્ડ પર 800 રોડ એબ્યુલા...

જાન્યુઆરી 9, 2025 8:01 પી એમ(PM)

views 53

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન રહેશે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેવાની સંભાવના છે તદુપરાંત પવનની ગતિ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે જે પતંગરસીકો માટે અનૂકુળ રહેશે. પવનની દિશા બદલાતા રાજ્યભરના ના...

જાન્યુઆરી 9, 2025 7:59 પી એમ(PM)

views 22

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં 16મી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર વાગે ડાક અદાલત યોજાશે

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં 16મી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર વાગે ડાક અદાલત યોજાશે. ખાનપુર સ્થિત ગુજરાત સર્કલની ઓફિસ ખાતે યોજાનારી આ ડાક અદાલતમાં ટપાસ સેવાને લગતી નીતિવિષયક બાબતો સિવાયના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડ...

જાન્યુઆરી 9, 2025 7:58 પી એમ(PM)

views 17

રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો

રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો. મેન્સ ડબલ્સની ૧૬ ટીમ અને વુમન ડબલ્સની ૪ ટીમ ઉપરાંત, મિક્સ ડબલમાં ૪ ટીમે ભાગ લીધો હતો. જેમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો વિજેતા થયા હતા.