જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 61

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 37

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 43

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 43

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...

જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 60

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ છે. ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ડીંગરીના ચાંગસુઓ ટાઉનશીપના ટોંગલાઈ ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે બિહાર, પશ્ચિમ બંગા...

જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 37

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે. ભારતે ઉપરના વિસ્તારોની ગતિવિધિઓથી બ્રહ્મપુત્રાના નીચલા વિસ્તારોના હિતોને નુકસાન ન થાય, તે સુનિશ્ચિત કરવા ચીનને અનુરોધ કર્યો છે.

જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 47

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1 લાખ 85 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી વર્ષ 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. પ્ર...

જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM)

views 53

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે. અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટના સંચાલન સાથે 15% નો વધારો જોવા મળ્યો છે. તા. 22 ડિસેમ્બર 2024 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) હવાઈ મથક પર 324 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (એટીએમ) સાથે 44,253 મુસાફરોની અવ...

જાન્યુઆરી 8, 2025 8:31 એ એમ (AM)

views 43

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે એ (સાઇઝના માપ દંડોને આધારે) માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ ર...

જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM)

views 41

એમડી – એમએસ માં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પીજી નીટ પર્સન્ટાઇલમાં ઘટાડો કરાશે

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાની 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે પીજી નીટના પર્સન્ટાઈલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટેગરીમાં 10 પર્સન્ટાઈલ માર્ક ધરાવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. પ્રવેશ માટે 8 જાન્યુઆરીથી આ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની 2101 બેઠકો પરથી બે તબક્કાના ...