સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 46

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...

સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

views 49

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર યોજનામાં હાલ 3 લાખ, 30 હજાર, 327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5 લાખ 18 હજાર 109 એમ.સી.એફ.ટી. ...

સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)

views 35

રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે

રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ્તરની સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધાની ગુજરાતની ટીમમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 63

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમ...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 46

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...

સપ્ટેમ્બર 26, 2024 12:32 પી એમ(PM)

views 24

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે.

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને રેલ્વે સ્ટેશન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણના કેન્દ્ર બની રહેશે. દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સ્થળોની મુલાકત લઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવે કેટરિં...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

views 33

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

સપ્ટેમ્બર 26, 2024 11:33 એ એમ (AM)

views 35

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે.

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટ તેમજ ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 100 ગિગાવોટ સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી અંદાજિત 300 મેગાવોટના પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ શકશે અને આગામી ચાર વર્ષમાં જાહેર ઉપયોગમાં બે ગીગાવૉટના નવા પ્રોજેક્ટ પણ કાર્યરત થશે. જેનાથી અંદાજિત એક લાખ જેટલા પ્ર...

સપ્ટેમ્બર 26, 2024 11:23 એ એમ (AM)

views 50

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.આ માટે ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન કોટ-એલી અને નિગમની વેબસાઇટ www.cotcorp.org.inની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ખેડૂતો અમદાવાદ ખાતેની શાખાનો સંપર્ક કરી શકે છે તેમ નિગમની યાદીમાં જણાવાયું છે.

સપ્ટેમ્બર 26, 2024 11:16 એ એમ (AM)

views 29

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી

રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જે-તે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાના ઝોનલ અધિકારીઓને દર 15 દિવસે બેઠક કરીને ટ્રાફીકના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ માટે તાકીદ કરી હતી. ગઇ કાલે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોજાયેલી બેઠકમાં શ્રી સંઘવીએ દર મહિને આ ચારેય મહાનગરના પોલીસ ...