પ્રાદેશિક સમાચાર

જુલાઇ 20, 2024 7:30 પી એમ(PM)

views 35

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ડાંગ ધારાસભ્ય તેમજ વિધાનસભાના દંડક વિજય પટેલે ખેડૂતોના સાત-બાર, 8-અના ઉતારામાં રહેલી ખામીઓ, ખેડૂત ખાતેદારોના પ્રોપર્ટી કાર્ડની એન્ટ્રી, જમીન માપણીના કામમાં થતો વિલંબ દૂર કર...

જુલાઇ 20, 2024 7:28 પી એમ(PM)

views 48

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ કેસ મળ્યા

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 2 શંકાસ્પદ કેસ મળ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી સી. આર. પટેલે જણાવ્યું કે, આરોગ્ય કર્મચારીઓ ઘેરઘેર જઈને મુલાકાત કરી રહ્યા છે. જિલ્લામાં હાલમાં 227 ટુકડી કામ કરી રહી છે. તેમ જ જિલ્લાના લોકો માટે 99257 85955 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. આ નંબર પર કોઈ સંદેશ...

જુલાઇ 20, 2024 7:27 પી એમ(PM)

views 43

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વરકુંડ પંચાયત ખાતે “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ગ્રામસભા યોજાઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વરકુંડ પંચાયત ખાતે “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ જેવા વિષય અંગે વરકુંડ ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રદેશના અધિકારીઓએ લોકોને જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા.

જુલાઇ 20, 2024 7:24 પી એમ(PM)

views 36

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિદ્વારકા ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ ઉજવાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી 26 જુલાઈએ દેવભૂમિદ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ ઉજવણીનું આયોજન કરાયું છે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે ૭...

જુલાઇ 20, 2024 7:22 પી એમ(PM)

views 43

રાજ્ય સરકારે HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા

રાજ્ય સરકારે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ – એટલે કે, HTAT મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો મુજબ, બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક, જ્યારે ધોરણ 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક અને બાલવાટિકાથી ધોરણ...

જુલાઇ 20, 2024 11:50 એ એમ (AM)

views 35

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. તેમજ શંકાસ્પદ કોસ્મેટિકના ચાર નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે ૬૦ હજાર રૂપિયાની કિંમતનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્...

જુલાઇ 20, 2024 9:22 એ એમ (AM)

views 47

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ 28 કેસ નોંધાયા, સુરત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બનાવાયું

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં વધુ 28 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 58 થઈ છે.  બે દિવસમાં કેસો વધીને બમણા થયા છે. સૌથી વધુ આઠ કેસો સાબરકાંઠામાં નોંધાયા છે. પંચમહાલમાં સાત, જામનગરમાં પાંચ, અરવલ્લીમાં ચાર, મહિસાગર, ખેડા, રાજકોટ, સુરેન્દ...

જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)

views 39

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમા...

જુલાઇ 19, 2024 7:55 પી એમ(PM)

views 32

સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી

રાજ્ય સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી...

જુલાઇ 19, 2024 7:50 પી એમ(PM)

views 39

ચાંદીપુરા વાઇરસને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

એનકેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સામાન્ય નાગિરકોને આ રોગના લક્ષ્ણો, સારવાર અને બચાવ વિશેની માહિતી આપવામાં આવી છે. માર્ગદર્શિકામાં કહેવાયું છે કે RNA એક વાયરસ છે, જેના સંક્રમણથી મગજનો તાવ આવે છે. આ વાઇરસ નવજાત શીશુથી માંડીને ૧૪ વર્ષ સુધીના બાળક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.