પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 13, 2025 9:43 એ એમ (AM)

views 32

રાજકોટમાં યોજાનારી કચ્છ-સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમાં વધુને વધુ રોકાણકારોને આકર્ષવા દિલ્હીમાં સંવાદ યોજાયો

આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે. વધુને વધુ રોકાણકારો આ પરિષદમાં ભાગ લઇને રાજ્યમાં વધુને વધુ રોકાણ માટે પ્રેરાય તેવા આશય સાથે વી.જી.આર.સી.ના પ્રચાર માટે ગઇકાલે દિલ્હીમાં સંવાદ યોજાયો હતો.આ વાર્તાલાપમાં રશિયા – કેનેડા - સિંગાપોર સહિત ૨૦થી વધુ દ...

ડિસેમ્બર 12, 2025 7:15 પી એમ(PM)

views 38

2027ની વસ્તી ગણતરી માટે 11 હજાર 718 કરોડ રૂપિયાના બજેટને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે 2027 ની વસ્તી ગણતરી માટે 11 હજાર 718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 2027 ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ દેશમાં 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હશે. શ્રી વૈષ્ણ...

ડિસેમ્બર 12, 2025 7:11 પી એમ(PM)

views 38

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી 370 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ગાંધીનગર ખાતેથી 370 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિ વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ...

ડિસેમ્બર 12, 2025 7:08 પી એમ(PM)

views 23

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનું વાવેતર ઝડપાયું છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે વડદલા રત્નાજીના મુવાડા ગામમાં પોલીસ બાતમીને આધારે તપાસ કરતા 2 કરોડ 37 લાખ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થના કુલ 258 છોડ મળી આવ્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્...

ડિસેમ્બર 12, 2025 7:07 પી એમ(PM)

views 14

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 330 કિલોમીટરના સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થયું

નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર મોટી પ્રગતિ નોંધાવી છે. 508 કિલોમીટરમાંથી 330 કિલોમીટર વાયડક્ટ એટલે કે સ્ટીલ બ્રિજ અને 408 કિલોમીટર થાંભલાનું કામ પૂર્ણ થયું છે. નદી, PSC અને સ્ટીલ પુલ સહિતના મુખ્ય પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં 4 લાખ 70 હજારથી વધુ અ...

ડિસેમ્બર 12, 2025 7:03 પી એમ(PM)

views 25

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી વિશ્વ ટ્રાયથલે ચેમ્પિયનશિપમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુલદિપસિંહ વાળાએ રજત ચંદ્રક જીત્યો.

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી વિશ્વ ટ્રાયથલે ચેમ્પિયનશિપમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુલદિપસિંહ વાળાએ રજત ચંદ્રક જીત્યો. કોચ અંકુરસિંહ તેમજ પિતા અને શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ શાનદાર પ્રદર્શન કરતા કુલદીપસિંહે ત્રણ કિલોમીટર દોડ અને સમુદ્રમાં 200 મીટર સ્વીમીંગ ...

ડિસેમ્બર 12, 2025 4:07 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગરના પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગરના પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ ભવન તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ વિકાસની ઓફિસ, મિટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ, વાહન પાર્કિંગની સુવિધા સાથે અત્યાધુનિક સુવિધા સજ્જ હશે. આ તાલુકા પંચાયત ...

ડિસેમ્બર 12, 2025 4:06 પી એમ(PM)

views 27

ગ્રામ કમ્પ્યુટર સાહસિક એટલે કે VCEને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ લઘુત્તમ 20 રૂપિયા ચૂકવાશે

ગ્રામ કમ્પ્યુટર સાહસિક એટલે કે VCEને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ લઘુત્તમ 20 રૂપિયા ચૂકવાશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCE ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં તેમને યુનિટદીઠ કમિશન પેટે ચુકવવાની થતી ર...

ડિસેમ્બર 12, 2025 4:03 પી એમ(PM)

views 13

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. શહેરના કૈલાશ માર્ગ પર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ તૂટી જતાં પાંચ શ્રમિક આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલી...

ડિસેમ્બર 12, 2025 4:01 પી એમ(PM)

views 10

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ આગ લાગતાં એક મહિલાનું મોત થયાના અહેવાલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ આગ લાગતાં એક મહિલાનું મોત થયાના અહેવાલ છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે, ઘટનામાં અન્ય 4 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાને પગલે અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.