જુલાઇ 9, 2024 4:15 પી એમ(PM)

views 50

ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી

ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH44) પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતા જણાવે છે કે આતંકવાદી હુમલા બાદ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનોને ઉધમપુરમ...

જુલાઇ 9, 2024 4:12 પી એમ(PM)

views 89

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા છે. પૂરને પગલે નેપાળની નદીઓ બેકાબૂ બની છે, જેની અસર ઉત્તર પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં અસર થઈ છે. રાજ્ય અને રાષ્ટ્રીય આફત નિવારણની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. પિલિભિત જિલ્લામાં બચાવ કામગીરીમાં વાયુ સેનાની ટુકડીઓ જોડાઈ...

જુલાઇ 9, 2024 4:10 પી એમ(PM)

views 63

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ T-20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચ 12 રને જીત્યા બાદ શ્રેણીમાં 1-0થી આગળ છે. જ્યારે બીજી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત...

જુલાઇ 9, 2024 4:07 પી એમ(PM)

views 52

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે. રક્ષાબંધનના રોજ શ્રાવણ પુર્ણિમા પ્રસંગે અમારનાથ યાત્રાની પૂર્ણાહૂતિ થશે. ગઈકાલે વધુ 24 હજાર, 879 શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પથી પત્રિવ ગુફાના દર્શન માટે રવાના થયા હતા. આ સાથે જ 52 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓનો આ...

જુલાઇ 9, 2024 4:04 પી એમ(PM)

views 58

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ગગન નારંગને પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળના શેફ-ડી-મિશન તરીકે નિયુક્ત કર્યા

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ચાર વખતના ઓલિમ્પિયન અને 2012 ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર રાઈફલમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ગગન નારંગને 26 જુલાઈથી શરૂ થનારી 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળના શેફ-ડી-મિશન તરીકે નિયુક્ત કર્યા છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ ડૉ.પી.ટી. ઉષાએ આજે કહ્યું હતું કે...

જુલાઇ 9, 2024 4:00 પી એમ(PM)

views 35

વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત :પ્રધાનમંત્રી

રશિયાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત છે. મૉસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે આ વાત કહી. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે જે પણ લક્ષ્યાંક મૂક્યા, તેને હાંસલ કર્યા...

જુલાઇ 9, 2024 3:58 પી એમ(PM)

views 46

રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે કરાર થયા

રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે ભાગીદારી કરાર થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારીથી ડિજિટલ અર્થતંત્રમાં નવીનીકરણ અને રોકાણનું કેન્દ્ર બનવાનાં ગુજરાતનાં પ્રયત્નોને વેગ મળશે. સાયન્...

જુલાઇ 9, 2024 3:55 પી એમ(PM)

views 40

આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર, ઝારખંડ ઓડિસામાં આગામી પા...

જુલાઇ 9, 2024 3:51 પી એમ(PM)

views 40

આવતીકાલે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આણંદ ખાતે અને 11મી જૂલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેક્નોલોજી અંગે માછીમારોને જાણક...

જુલાઇ 9, 2024 3:47 પી એમ(PM)

views 45

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પૈકીની શ્રી સરકાર થયેલી કુલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 કોમર્શિયલ બાંધકામોનું ડેમોલિશન કરીને જગ્યાઓને દબાણ મુક્ત કરવામાં આવી રહ...