સપ્ટેમ્બર 25, 2024 7:46 પી એમ(PM)

views 47

ગીરના સિંહોના સંરક્ષણ માટે ગીર આસપાસના 1.84 લાખ હેક્ટરનોવિસ્તાર ‘ઇકો સેન્સિટિવ ઝોન’ જાહેર

ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર આસપાસના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે.આ ગીર રક્ષિતવિસ્તારના ફરતે ત્રણ જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશથાય છે.આ ઝોનમાં 24 હજાર હેક...

સપ્ટેમ્બર 25, 2024 7:41 પી એમ(PM)

views 49

સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળીના પાક માટે હવે 8 ને બદલે 10 કલાક વીજળી અપાશે

રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગળફી સહિતના ઉભા પાક માટે 8 કલાકને બદલે 10 કલાકવીજળી આપવાની જાહેરાત કરી છે.ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો છે, ત્યાં ઉભા પાકોને બચાવવા માટે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો...

સપ્ટેમ્બર 25, 2024 3:14 પી એમ(PM)

views 58

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે,આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે.મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર સ...

સપ્ટેમ્બર 25, 2024 3:08 પી એમ(PM)

views 32

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા,તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લ...

સપ્ટેમ્બર 25, 2024 2:11 પી એમ(PM)

views 48

ફૂટબોલમાં, ભુટાનમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશિપ અન્ડર – 17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું

ફૂટબોલમાં, SAFF ચેમ્પિયનશિપ અંડર -17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું છે.ભૂટાનમાં રમાઇ રહેલી આ સ્પર્ધામાં ગ્રુપ Aમાં ભારત તરફથી સેમસને એક અને હેમ્નેચુંગે બે ગોલ કર્યા હતા.આ જીત સાથે ભારત ગ્રુપ Aમાં છ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે.ભારત આ સ્પર્ધાનું વર્તમાન ચેમ્પિયન છે અને તે પહેલાથી જ સેમી ફાઇનલમ...

સપ્ટેમ્બર 25, 2024 2:08 પી એમ(PM)

views 44

એશિયા પાવર ઇન્ડેકસમાં જાપાનને પાછળ મૂકીને ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું

ભારત એશિયાનું ત્રીજા ક્રમનું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે.એશિયા પાવર ઇન્ડેકસમાં જાપાનને પાછળ મૂકીને ભારત ત્રીજા ક્રમે આવ્યું છે.કોવિડ મહામારી બાદ ભારતની આર્થિક વૃધ્ધિને પગલે આર્થિક ક્ષમતામાં 4.2 પોઇન્ટનો વધારો થયો છે.ધ એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અન્ય તમામ સંસાધન માપદંડમાં ભારતે સારો દેખાવ કર...

સપ્ટેમ્બર 25, 2024 2:05 પી એમ(PM)

views 25

કેન્દ્રીય મંત્રીઓ અને NDAના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી

કેન્દ્રીય મંત્રીઓ અને NDAના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર અને નવો ચીલો ચાતરતી ગણાવી છે.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ મુલાકાત મોદીના મુત્સદ્દીગીરીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતનાં સાતત્યપૂર્ણ વિકાસમાં નવા દ્રષ્ટાંત પ્રસ...

સપ્ટેમ્બર 25, 2024 2:00 પી એમ(PM)

views 33

કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા : આ પહેલ અંતર્ગત લીધેલાં પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી

કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે.આ સમયગાળા દરમિયાન સરકારે લીધેલાં કેટલાંક પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને આર્થિક વ્યવસ્થા પણ મજબૂત બની છે.અમારા દિલ્હીના પ્રતિનિધી જણાવે છે કે, 25 સપ્ટેમ્બર 2014ના રોજ મોદી સરકારે રોકાણને સરળ બનાવવા, નવીનત...

સપ્ટેમ્બર 25, 2024 1:56 પી એમ(PM)

views 49

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે.અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા લાઇનમાં ઊભા રહી ગયા હતા.26 બેઠકો પર મતદાન માટે ત્રણ હજાર 502 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર 446 ગ્રા...

સપ્ટેમ્બર 25, 2024 12:01 પી એમ(PM)

views 27

જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો

જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. તેમણે હાંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટ્સ એક્સ્પો સેન્ટર ખાતે કોન્સ્ટેન્ટાઇન ફ્રેન્ટઝેન અને હેન્ડ્રિક જેબેન્સની જર્મન જોડીને હરાવી હતી. ભારતીય જોડીએ 4-6, 7-6 (7-5), 10-7થી જીત મેળવીને અસાધારણ ...