ડિસેમ્બર 25, 2025 9:32 એ એમ (AM)

views 22

દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ જેવી બર્બર ઘટનાઓ ન બનવી જોઈએ-વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ જેવી બર્બર ઘટનાઓ ન બનવી જોઈએ. આવી ઘટનાઓ વિશ્વભરના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. થાઇલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદ વિસ્તારમાં હિન્દુ દેવતાઓની મૂર્તિઓની તોડફોડ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું...

ડિસેમ્બર 25, 2025 9:31 એ એમ (AM)

views 19

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ નવી દિલ્હી સ્થિત અટલ સ્મૃતિ ટ્રસ્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ નવી દિલ્હી સ્થિત અટલ સ્મૃતિ ટ્રસ્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. સોસાયટીના સ્થાપક સભ્ય રામ બહાદુર રાયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય સભ્યોની સલાહ બાદ આ પદ માટે શ્રી નાયડુનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. શ્રી નાયડુ સ્વર્ગસ્થ વિજયકુમાર મલ્હોત્રાનું સ...

ડિસેમ્બર 25, 2025 9:12 એ એમ (AM)

views 39

હોકી ખેલાડી હાર્દિક સિંહને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર જ્યારે અન્ય 24 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે નામાંકિત કરાયા

પુરુષ હોકી ટીમના ઉપ-કપ્તાન અને બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હાર્દિક સિંહને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નામાંકિત કરાયો છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ઉપપ્રમુખ ગગન નારંગ, ભૂતપૂર્વ હોકી ખેલાડી એમ.એમ. સોમાયા અને ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી અપર્ણા પોપટની પસંદગી સમિતિ દ્વારા આ નામાંકન...

ડિસેમ્બર 25, 2025 9:10 એ એમ (AM)

views 17

ભારત અને અમેરિકાના રાજદૂતોએ પરસ્પર વેપાર સંબંધોને મજબૂત બનાવવાના સામાન્ય ધ્યેય પર ચર્ચા કરી

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ફ્લોરિડામાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે વેપાર સંબંધોને મજબૂત બનાવવાના સામાન્ય ધ્યેય પર ચર્ચા કરી હતી. આ બેઠક ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન માર-એ-લાગો ખાતે યોજાઈ હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ક્વાત્રાએ જણ...

ડિસેમ્બર 25, 2025 8:09 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનઉમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ પ્રસંગે લખનઉની મુલાકાત લેશે. બપોરે અઢી વાગ્યે પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્રપ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. સ્વતંત્ર ભારતના મહાનવ્યક્તિઓના ગૌરવશાળી વારસાને સન્મ...

ડિસેમ્બર 25, 2025 8:07 એ એમ (AM)

views 36

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક નવો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક નવો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે.ઝેલેન્સકીએ પૂર્વીય ડોનબાસ ક્ષેત્રમાંથી યુક્રેનિયન સૈનિકો પાછા ખેંચવાનો અને ત્યાં એક ડિમિલિટ્રીરાઇઝ્ડ ઝોન સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૈનિકો પરત ખેંચવાની શરત એ રહેશે કે રશિયા પણ તેના સૈનિકો પાછા ખેંચે અને આંતરરાષ્ટ્ર...

ડિસેમ્બર 25, 2025 8:06 એ એમ (AM)

views 37

ભગવાન ઈસુના જન્મ દિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

ભગવાન ઈસુના જન્મ દિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોને નાતાલના વૃક્ષો અને અન્ય સજાવટથી શણગારે છે અને એકબીજાને ભેટ- સોંગાદો આપે છે. વેટિકન સિટીમાં પોપ લીઓ ચૌદમાં વિશ્વના સ...

ડિસેમ્બર 24, 2025 8:06 પી એમ(PM)

views 30

બિહારના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 59 બોલમાં 150 રન બનાવીને ઇતિહાસ રચ્યો

બિહારના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 59 બોલમાં 150 રન બનાવીને ઇતિહાસ રચ્યો, અને પુરુષોની લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો. ડી વિલિયર્સે વર્ષ 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે 64 બોલમાં 150 રન બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફી મેચમાં અરુણાચલ પ્રદેશ સામે 36 બોલમાં ધ...

ડિસેમ્બર 24, 2025 8:05 પી એમ(PM)

views 14

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકારે કૃષિ અને ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકારે કૃષિ અને ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. આજે પંચકુલામાં KRIBHCO દ્વારા આયોજિત મેગા સહકારી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં કૃષિ બજેટ વધારીને એક લાખ 27 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે,...

ડિસેમ્બર 24, 2025 8:04 પી એમ(PM)

views 15

કેન્દ્રીય મંત્રીમંડળે 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રોના વિસ્તરણને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે 12 હજાર 15 કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રોના તબક્કા 5A ને મંજૂરી આપી છે. મંત્રીમંડળની બેઠક બાદ નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, આ તબક્કા હેઠળ, ત્રણ મેટ્રો કોરિડોર - આર કે આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ, એરોસિટીથી એરપોર્ટ ટ...