જાન્યુઆરી 6, 2025 4:31 પી એમ(PM)

views 16

રાજ્ય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી હતી

રાજ્ય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી હતી. વિવિધ સંસ્થાઓ, વેપારીઓ અને ભાજપ કાર્યકર્તાઓએ લાખણી ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે થરાદ નવો જિલ્લો બનશે તો અધિકારીઓ ડબલ થશે, આ સિમાવતી વિસ્તાર છે. જેને લઇ વિકાસ થશે. જિલ્લાને વધુ ગ્રા...

જાન્યુઆરી 6, 2025 4:30 પી એમ(PM)

views 17

વલસાડના ધરમપુર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે

વલસાડના ધરમપુર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં આ સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે. ધરમપુર ખાતેના આ સર્પ સંશોધન ...

જાન્યુઆરી 6, 2025 4:21 પી એમ(PM)

views 22

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ધાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ધાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં રાજયના પ્રવાસન મંત્રી મૂળુ બેરા અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું તેમજ સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ...

જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM)

views 42

એમડી – એમએસ માં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પીજી નીટ પર્સન્ટાઇલમાં ઘટાડો કરાશે

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાની 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે પીજી નીટના પર્સન્ટાઈલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટ...

જાન્યુઆરી 6, 2025 8:51 એ એમ (AM)

views 47

એશિયન પેરા ગેમ્સમાં સુવર્ણ અને કાંસ્ય પદક મેળવનાર દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર નોકરી આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે. ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ...

જાન્યુઆરી 6, 2025 8:45 એ એમ (AM)

views 51

ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પાંચ વિશ્વ સ્તરના રમતોત્સવ માટે પ્રયત્નશીલ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતે દાવેદારી કરી છે, ત્યારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫, ૨૦૨૬ તથા ૨૦૨૯ એમ ત્રણ વર્ષમાં પાંચ જેટલાં વિશ્વ કક્ષાનાં રમતોત્સવનાં આયોજન માટે પ્રયત્નશીલ છે. ગઈ કાલે ભાવનગરમાં સિદસર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્...

જાન્યુઆરી 5, 2025 7:55 પી એમ(PM)

views 18

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની બે દિવસની મૂલાકાતે આજે દિલ્હી આવશે

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની બે દિવસની મૂલાકાતે આજે દિલ્હી આવશે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. શ્રી. સુલિવાન વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને પણ મળશે.

જાન્યુઆરી 5, 2025 7:54 પી એમ(PM)

views 28

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ગ્વાર માસુ વિસ્તારમાં વાહન રસ્તા પરથી લપસીને નદીમાં પડી જવાથી ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો લાપતા છે

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ગ્વાર માસુ વિસ્તારમાં વાહન રસ્તા પરથી લપસીને નદીમાં પડી જવાથી ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો લાપતા છે. છેલ્લા અહેવાલ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ ડૉ. જીતેન્દ્ર સિંહે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્...

જાન્યુઆરી 5, 2025 7:52 પી એમ(PM)

views 13

આજે પોરબંદરનાં વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા

આજે પોરબંદરનાં વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા છે. ભારતીય તટરક્ષકનાં ગાંધીનગર સ્થિત પ્રાદેશિક વડામથકે એક યાદીમાં જણાવ્યું છે કે, આજે બપોરે પોરબંદર વિમાનમથકનાં એર એન્કલેવ પર પર એક હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલટ અને ચાલકદળનાં એક જવાન શહીદ થયા છે. નિયમિત તા...

જાન્યુઆરી 5, 2025 7:51 પી એમ(PM)

views 21

ભારતીય સેનાના જવાન વરુણ તોમરે 67મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા 2024ની પુરુષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બન્યા

ભારતીય સેનાના જવાન વરુણ તોમરે 67મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા 2024ની પુરુષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બન્યા છે. આ સ્પર્ધામાં વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમન સિંહે રજત જ્યારે રાજસ્થાનના આકાશ ભારદ્વાજે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે વરુણ તોમરે પુરુષોની જુનિયર 10 મ...