જાન્યુઆરી 7, 2025 1:59 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાજ્યના વિમાન મથકો ના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાજ્યના વિમાન મથકો ના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે નાગપુર અને શિરડી એરપોર્ટની સાથે નવી મુંબઈ આંતરાષ્ટ્રીય  એરપોર્ટના કામો આપેલ સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર અને નાગરિક ઉડ્ડયન ...

જાન્યુઆરી 7, 2025 7:56 પી એમ(PM)

views 20

ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે

ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે. આ અંગે ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ કરશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23મી ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીની તમામ વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોન...

જાન્યુઆરી 7, 2025 1:51 પી એમ(PM)

views 13

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું અનાવરણ કર્યું હતું

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું અનાવરણ કર્યું હતું, ભારતપોલ પોર્ટલનો ઉદ્દેશ ઈન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે, જેમાં રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસનો સમાવેશ થા...

જાન્યુઆરી 7, 2025 10:10 એ એમ (AM)

views 31

183 દેશોના 33 લાખથી વધુ વપરાશકર્તાઓએ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ kumbh.gov.in ની મુલાકાત લીધી

183 દેશોના 33 લાખથી વધુ વપરાશકર્તાઓએ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ kumbh.gov.in ની મુલાકાત લીધી છે. આ વેબસાઈટ વિશ્વભરના લાખો વપરાશકર્તા માટે વિશ્વાસપાત્ર માહિતી માટેનાં પ્રાથમિક સ્ત્રોત તરીકે ઊભરી આવી છે. આને કારણે વિશ્વભરમાં આ વેબસાઇટને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. વેબસાઈટના ડેટા અનુસાર, 4 જાન્યુઆરી ...

જાન્યુઆરી 7, 2025 10:06 એ એમ (AM)

views 29

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છુટાછવાયા વિસ્તારોમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છુટાછવાયા વિસ્તારોમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને યુપીનાં કેટલાંક વિસ્તારોમાં આવતી કાલ સુધી રાત્રિ અને વહેલી સવારે અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે સિક્કિ...

જાન્યુઆરી 7, 2025 10:05 એ એમ (AM)

views 24

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંઘે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાયેલી બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર 17 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. 16 વર્ષની ટોચની ક્રમાંકિત અનાહત સિંઘે ગઈકાલે સાંજે શિખર મુકાબલામાં ઈજિપ્તની મલાઈકા અલ કરાક્સીને 3-2 થી હરાવી હતી. અનાહતે 3-0 ના સ્કોર સાથે આ જીત મેળવી હતી. 2019માં અંડ...

જાન્યુઆરી 7, 2025 10:04 એ એમ (AM)

views 42

31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું

31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું છે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ 'સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઈકોસિસ્ટમને સમજવું' વિષયવસ્તુ પર વિજ્ઞાન અને ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની પ્રતિભા દર્શાવી હતી. આ કાર્યક્રમ બાળ વૈજ્ઞાનિકોને તેમની કલ્...

જાન્યુઆરી 7, 2025 10:01 એ એમ (AM)

views 21

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી રહેશે. 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર રહેલા ટ્રુડો પોતાના પક્ષના સભ્યોના બળવાનો સામનો કરી ...

જાન્યુઆરી 7, 2025 10:00 એ એમ (AM)

views 42

ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા

હમણાં મળતા અહેવાલ પ્રમાણે ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા છે. નેપાળના લોબુચેથી 93 કિમી દૂર ભૂકંપને કેન્દ્ર બિંદુ હતુ. ભારતના દિલ્હી, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના આજે વહેલી સવારે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે.

જાન્યુઆરી 7, 2025 9:59 એ એમ (AM)

views 19

તમિલનાડુમાં હ્યુમન મૈટાન્યૂમો વાયરસના બે કેસ નોંધાયા

તમિલનાડુમાં હ્યુમન મૈટાન્યૂમો વાયરસના બે કેસ નોંધાયા છે. એક કેસ ચેન્નાઈનો અને એક સાલેમનો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ વર્ષ 2001માં જ થઈ હતી. આ ચેપ તેની જાતે જ ઠીક થઈ જશે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. જે બે વ્યક્તિઓમાં ચેપ જોવા મળ્યો છે તેમની સ્થિતિ સ્થિર છે અને ...